રાજકોટ : રાજકોટની (Rajkot) એક સ્કુલમાં હાર્ટ એટેકના (Heart attack) કારણે એક વિદ્યાર્થીએ (Student) પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજકોટની લાલ બહાદુર શાસ્ત્રી સ્કુલમાં (Lal Bahadur Shastri School) ધો.12માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીને પરીક્ષા આપતા સમયે અચાનક ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. બેભાન થતા શાળાના શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ તેને તાત્કાલીક રાજકોટની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરે તેણે મૃત જાહેર કર્યો હતો. વિદ્યાર્થીના પરિવારજનોને જાણ થતા તે હોસ્પિટલ દોડી આવ્યા હતા. ડોક્ટરે મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વિદ્યાર્થી માત્ર 17 વર્ષનો હતો
મૃતક વિદ્યાર્થીનું નામ મુદિત અક્ષયભાઈ છે. તેની ઉંમર માત્ર 17 વર્ષ જ છે. મુદિત ધો.12માં કોમર્સમાં અભ્યાસ કરે છે. મુદિતના પિતાના જણાવ્યા અનુસાર તેને કોઈ મોટી બીમારી ન હતી. પરંતુ તેને માત્ર સામાન્ય શરદી હતી. મુદિતના પિતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટી તરિકેની ફરજ બજાવે છે.
પરિવારમાં ચાર સભ્યો હતા, હવે માત્ર ત્રણ જ રહ્યા : મુદિતના પિતા
મુદિતના પિતા અક્ષયભાઈને ખબર પડીકે તેના દિકરાનો મૃતદેહ ત્યાંજ લાવવામાં આવશે જ્યાં તે ફરજ બજાવી રહ્યા છે. અક્ષયભાઈએ જણાવ્યું હતું કે મુદિત સવારે સ્કુલે ગયો હતો. જ્યાં તેને ચક્કર આવતા તે બેભાન થઈ ગયો હતો. તેને શરદી બીમારી હતી અન્ય કોઈ બીમારી ન હતી. અક્ષયભાઈએ વધુ જણાવ્યું કે પરિવારમાં ચાર સભ્યો હતા, પરંતુ મુદિતના મૃત્યું બાદ હવે માત્ર ત્રણ જ સભ્યો રહ્યા છે.
મુદિતના સાવરે એકદમ ઠીક હતો : ક્લાસ ટીચર
મુદિતના ક્લાસ ટીચરે જણાવ્યું હતું કે મુદિતના સવારે એકદમ ઠીક હતો. આજે રિસેસ પછીના પિરીયડમાં ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાની હતી. રિસેસમાં મુદિત નાસ્તો-પાણી કરીને પરિક્ષા આપવા બેઠો હતો. જે સમયે તે અચાનક જ ઢળી પડ્યો હતો. જે પછી મુદિતને અમે પહેલા એસી રૂમમાં લઈ ગયા હતા. જ્યાં એમ તેને CPR જેવુ બેઝિક ટ્રીટમેન્ટ પણ કરી હતી. ત્યારબાદ અમે 108 બોલાવીને તેને તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.