‘બેટે નીચલે દરજ્જે સે શુરૂ કરોગે તો એક દિન જરૂર ઉપર તક અવ્વલ નંબર પર પહોંચેગે. પાપા પૃથ્વીરાજકપૂરના આ શબ્દો સાચા પુરવાર થયા. આ હીરાની સાચી પહેચાન ઝવેરી પિતાએ કરી હતી. રાજકપુર ભારતીય સિનેમાના ઉચ્ચ કોટિના દિગ્ગજ દિગ્દર્શકોની હરોળમાં જઇને વટ કે સાથ બેઠા. રાજકપુરની રગેરગમાં સિનેમા વહેતી હતી. સિનેમા વિશે વિચારતા. દિગ્દર્શન વિશેની તેઓની ઊંડી સમજ અને હિન્દી ફિલ્મના ગીત સંગીતની પહેચાન એમને ઉપરવાળા તરફથી મળેલી ગોડગીફટ હતી. આગ ફિલ્મથી શુકનવંતી શુભ શરૂઆત કરનાર બીજી ફિલ્મ બરસાત સુધીમાં તેઓ ઘરેઘર બેહદ લોકપ્રિય બની ગયા. એક પછી એક સફળતાની સીડી ચઢતા ગયા. દરમિયાન એક આખી ટીમ બની ગઇ. રાજકપુર, શંકર જયકીશન, શૈલેન્દ્ર, હસરત જયપુરી અને મુકેશ. ચેમ્બુરના આર. કે સ્ટુડિયોમાં બધા ભેગા થાય.એમાંથી શ્રેષ્ઠ ફિલ્મ અને શ્રેષ્ઠ ગીત સંગીતનું સર્જન થાય. સફળ ફિલ્મની ઉજવણીના ભાગરૂપે રંગીન મહેફિલ થાય. ‘ફેંક દે (રાકા) પ્રાણ બસ દો નાલેકી બંદૂક કો જીસે મહાત્મા ગાંધીકી નહી પહેચાના વો તુજે કયા પહેચાનેગી. ‘જીસ દેશમેં ગંગા બહેતી હૈ’ના આ સંવાદમાં ગાંધી ભક્તિની શુભ ભાવના વ્યક્ત થાય છે. ગીતકાર શૈલેન્દ્રની વિદાય, મુકેશની વિદાય અને ‘મેરા નામ જોકર’ની નિષ્ફળતાથી તેઓ તૂટી ગયા હતા. આગમન 14 ડિસેમ્બર 1924, વિદાય 2 જૂન 1988 2024ના જન્મ શતાબ્દી વર્ષમાં શો મેન રાજકુમારને શત શત વંદન.
સુરત – જગદીશ પાનવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સત્યની શોધમાં
દક્ષિણ ગુજરાતમાં મહદ્દ અંશે રસ્તા પર ઊંડો મોટો ખાડો શબ્દ ચલણમાં રહ્યો છે.ઉત્તર ગુજરાત, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જેવા વિસ્તારમાં ‘ભૂવા’ તરીકે ઓળખાય જેના બે અર્થો થાય.બાળપણમાં વલસાડ ખાતે જોયેલ ભૂવા અંધશ્રદ્ધા વિચિત્ર ઉપયોગ કામ પીંછી વડે દર્દ સારું કરતો હોવાનો દાવો કરતા જોયા હતા. આશ્ચર્યજનક બાબત જાણવા મળી કે એક ભૂવો હોસ્પિટલની આઈ.સી.યુ. ડિપાર્ટમેન્ટ કે જયાં સામાન્ય રીતે દર્દીના સગાને પણ વધુ સમય ઊભા રહેવા દેતા નથી ત્યાં તાંત્રિક ભૂવો મોંઢે માસ્ક બાંધી પહોંચી ગયો, સારવાર તાંત્રિક આપવા માંડયો અને દાવો કર્યો કે મારા પ્રયોગથી દર્દી સારો થયો. કયારેક ધૂણતાં દર્દીઓ જોતાં કમકમાં આવે છે. સુરતની સત્યશોધક સભા આ બાબતે પ્રજાને જાગૃત કરવાનું કામ કરે છે. હોસ્પિટલમાં બનેલ ઘટનામાંથી પ્રજા કયારે છૂટશે? દર્દથી મુકત કરવું, ભલું કરવું, બધાં સ્થળ સમયે કરજો ખંતથી કરજો પરંતુ પ્રજાને મૂર્ખ બનાવીને કદી નહિ.
સુરત – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.