Charchapatra

રેસ્ટોરન્ટના ભાવો બાબતે અવાજ ઉઠાવ્યો

આપણે ત્યાં રેસ્ટોરન્ટમાં મળતી ખાદ્ય સામગ્રી જેવી કે સમોસા, કટલેટ, બર્ગર કે પાણીની બોટલ, કોફી, ચા જેવી આઈટમોના જે ભાવ હોય છે તેના ભાવો એરપોર્ટ પર 10 ઘણો વધુ ચાર્જ વસૂલવામાં આવે છે. એરપોર્ટ પર પ્લેનની રાહ જોતો માણસ જો પાણીની બોટલ ખરીદે છે અથવા ચા કે એકાદ ડીશ નાસ્તો ખરીદે તો તેનો 10 ટકા જેટલો વધુ ચાર્જ ચૂકવવો પડે છે જે ખૂબ જ મોંઘુ કહેવાય. હમણાં જ સંસદમાં પ્રશ્નોત્તરી દરમિયાન રાઘવ ચઢ્ઢા નામના સાંસદે આ એરપોર્ટો રેસ્ટોરન્ટના ભાવો બાબતે અવાજ ઉઠાવ્યો છે અને એરપોર્ટ પર રેસ્ટોરન્ટ જે અન્યાયી ચાર્જ વસૂલે છે  તે વિશે સચોટ રજૂઆત કરી તે ખૂબ જ કાબીલેતારીફ છે. સરકારે પણ તેમને વાત માન્ય રાખી ભાવઘટાડો કરવા સહમત થયા છે અને કોલકત્તાથી તેની શરૂઆત થઈ ચૂકી છે. રાઘવ ચઢઢાએ આ સિવાય  અનેક ક્ષેત્રે વધુ ચાર્જ વસૂલ કરે છે તે વિશે પણ રજૂઆત કરી છે. જો તબક્કાવાર સુધારો થઈ જાય તો આમ જનતાને  ઘણી રાહત થઈ શકે છે.
સુરત     – વિજય તુઈવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top