SURAT

ઉકાઈના ઉપરવાસમાં વરસાદ, હથનુરમાંથી 65 હજાર ક્યુસેક પાણી છોડાયું

સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. ઉપરવાસમાં પણ બે દિવસથી સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે પાંચ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે ઉકાઈ ડેમમાં આગામી ૨૪ કલાકમાં આવી પહોંચશે. જોકે હાલ ઉકાઇ ડેમની સપાટી 326 ફૂટને પાર પહોંચી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળ ખાડીમાં ડેવલપ થયેલી વરસાદી સિસ્ટમ ઉત્તર રાજસ્થાન તરફ સરકી ગઈ છે. જેને કારણે બે-ત્રણ દિવસ જે ભારે વરસાદની આગાહી હતી તેની સામે છૂટાછવાયા સામાન્ય વરસાદથી સુરતીઓને સંતોષ માનવો પડશે. શહેરમાં આજે દિવસભર વાદળછાયા વાતાવરણની સાથે માત્ર એક મીલીમીટર વરસાદ નોંધાયો હતો.

આ સિવાય અન્ય તાલુકાઓમાં પણ વરસાદ નોંધાયો છે. જેમાં ચોર્યાસી તાલુકામાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. ઉપરવાસમાં બે દિવસથી વરસેલા સામાન્ય વરસાદને પગલે હથનુર ડેમમાંથી આજે ૬૫ હજાર ક્યુસેક પાણી છોડાયું હતું. જે બપોરે ઘટીને ૫૧ હજાર ક્યુસેક નોંધાયુ છે. આ સાથે જ ઉકાઈ ડેમમાં આજે બપોરે ૨૭ હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. જ્યારે ડેમની સપાટી ૩૨૬.૦૯ ફૂટ નોંધાઇ છે. આગામી બે દિવસમાં સપાટી ૩૨૭ ફુટ નજીક પહોંચશે.

ક્યાં કેટલો વરસાદ પડ્યો
તાલુકો વરસાદ

બારડોલી-૦૧
ચોર્યાસી-૫૧
કામરેજ-૦૬
મહુવા-૦૮
માંડવી-૦૩
માંગરોળ-૦૦
ઓલપાડ-૦૪
પલસાણા-૦૬
સુરત-૦૧
ઉમરપાડા-૦૦

ઉપરવાસનો વરસાદ
વિસ્તા-વરસાદ(મીમી)
લખપુરી-૧૩
તીકસધરા-૩૧
ગોપાલખેડા-૩૩
ડેડતલાઈ-૩૭
હથનુર-૩૭
ગીરના ડેમ-૪૦

Most Popular

To Top