National

ગુજરાત સહિતના પશ્ચિમ ભારતમાં આ મહિનાના અંતથી ફરી વરસાદ શરૂ થવાની શક્યતા

છેલ્લા કેટલાક દિવસથી મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદ મંદ પડી ગયો છે ત્યારે હવે આ વિસ્તારોમાં ૨૯ ઓગસ્ટથી વરસાદ વેગ પકડી શકે છે તેવી આગાહી ભારતીય હવામાન વિભાગે કરી છે.

બંગાળના અખાત પર દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠાથી દૂર ઉત્તર પશ્ચિમ વિસ્તાર પર બનેલી લો પ્રેશર સિસ્ટમ આગામી ચારથી પાંચ દિવસમાં મધ્ય અને પશ્ચિમ ભારત તરફ આગળ વધી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ૩૦મી ઓગસ્ટના રોજ વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં, ૨૯ અને ૩૦ ઓગસ્ટે તેલંગાણામાં, ૩૧ ઓગસ્ટે ઉત્તર – મધ્ય મહારાષ્ટ્રમાં અને ૩૧ ઓગસ્ટ તથા ૧ સપ્ટેમ્બરે ઉત્તર કોંકણ અને ગુજરાતમાં તથા ૧ સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર તથા કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ છૂટા છવાયા સ્થળોએ થઇ શકે છે.

ઉત્તર પૂર્વીય ભારતમાં આગામી ૨૪ કલાક દરમ્યાન વ્યાપક વરસાદની પ્રવૃતિ થઇ શકે છે અને ત્યારબાદ તેમાં ઘટાડો થઇ શકે છે. ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસમાં વ્યાપક વરસાદની પ્રવૃત્તિ ચાલુ રહી શકે છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી ૨૮ ઓગસ્ટ અને ૩૧ ઓગસ્ટની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની પ્રવૃતિ રહી શકે છે એવી અગાહી કરવામાં આવી છે.

Most Popular

To Top