અમદાવાદ(Ahmedabad): ગુજરાત(Gujarat) રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી પ્રિ-મોન્સુન(Pre-Monsoon) એક્ટિવિટી જોવા મળશે, જેના ભાગરૂપે વાતાવરણ વાદળછાયું રહેશે અને દક્ષિણ ગુજરાત(South Gujarat), સૌરાષ્ટ્ર(Saurastra) અને ઉત્તર ગુજરાત(North Gujarat)ના ભાગોમાં વરસાદ(Rain) થવાની શક્યતા છે. જ્યારે અમદાવાદ અને મધ્ય ગુજરાત (Central Gujarat) માં વરસાદની શક્યતા નહીંવત હોવાની સંભાવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે.
- રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી
- પ્રિ-મોન્સુન એક્ટિવિટીને કારણે વાદળછાયા વાતાવરણથી ગરમીમાં રાહત
- ચોમાસું ગોવા સુધી પહોંચ્યું,સુરતમાં તાપમાન 35.2 ડિગ્રી અને 28.4 ડિગ્રીએ યથાવત
હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થશે જોકે આ વરસાદ પ્રિ-મોન્સૂન એક્ટિવિટી છે. રાજ્યના વાતાવરણમાં પલટો થયા બાદ ગરમીના પ્રમાણમાં પણ રાહત જોવા મળી રહી છે. આજે રાજ્યમાં મોટાભાગનાં શહેરોનું તાપમાન 40 ડિગ્રીથી ઓછું નોધાયું હતું.
અમદાવાદ-ગાંધીનગર સિવાયના શહેરોનું તાપમાન 40 ડિ.સે.ની અંદર
હવામાન ખાતાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાજ્યના અન્ય શહેરોમાં અમદાવાદમાં 41.0 ડિ.સે., ડીસામાં 39.8 ડિ.સે., ગાંધીનગરમાં 41.6 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 39.9 ડિ.સે., વડોદરામાં 39.8 ડિ.સે., સુરતમાં 35.2 ડિ.સે., વલસાડમાં 33.5 ડિ.સે., ભુજમાં 36.8 ડિ.સે., નલિયામાં 34.4 ડિ.સે., અમરેલીમાં 38.4 ડિ.સે., ભાવનગરમાં 39.3 ડિ.સે., રાજકોટમાં 39.7 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 41.5 ડિ.સે. તાપમાન નોંધાયું હતું.
સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે
સુરત: શહેરમાં છેલ્લા અઠવાડિયાથી દક્ષિણ-પશ્ચિમના પવનો આક્રમક બનતાં ચોમાસું ધીમી ગતિએ સુરત તરફ આગળ વધી રહ્યું છે. આગામી બે દિવસમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરમાં આજે મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે ગઈકાલ જેટલું જ 35.2 ડિગ્રી અને 28.4 ડિગ્રી યથાવત રહ્યું હતું. હવામાં 65 ટકા ભેજ નોંધાવાની સાથે 10 કિલોમીટરની ઝડપે દક્ષિણ-પશ્ચિમનો પવન ફુંકાયો હતો. શહેરમાં છેલ્લા અઠવાડિયાથી દક્ષિણ-પશ્ચિમના પવન ફુંકાય છે. જેને કારણે નૈઋત્ય ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હાલ ચોમાસું ગોવા સુધી પહોંચ્યું હોવાનું હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. આગામી બે દિવસમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે. આજ કારણ છે કે, શહેરમાં ચોમાસા પહેલાની આકરી ગરમી અને ઉકળાટ હાલ લોકો અનુભવી રહ્યાં છે. હવે બે દિવસ બાદ વાતાવરણમાં પલટો જોવા મળશે અને ચોમાસાના પ્રારંભની અનુભૂતિ થશે.