રાજ્યમાં વરસાદની કોઈ સિસ્ટમ હાલમાં દેખાતી નથી, જેના પગલે હવે ખેડૂતો વરસાદ માટે ચિંતિત બની ગયા છે. બીજી તરફ વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં પણ વધારો થયો છે. અમદાવાદમાં હવામાન વિબાગના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે રાજયમાં અમદાવાદમાં 35 ડિ.સે., વડોદરામાં 33 ડિ.સે., સુરતમાં 31 ડિ.સે., રાજકોટમાં 33.2 ડિ.સે., ભૂજમાં 33.6 ડિ.સે., ડિસામાં 34 ડિ.સે., વેરાવળમાં 30.2 ડિ.સે., મહત્તમ તાપમાન નોંધાવવા પામ્યું હતું.
રાજ્યમાં આજે રવિવારે સાંજે છ વાગ્યા સુધીમાં 19 તાલુકાઓમાં હળવો વરસાદ થયો છે. જેમાં છોટા ઉદેપુર તાલુકામાં પોણા ત્રણ ઈંચ, જેતપુર પાવીમાં 2.6 ઈંચ, બોડેલીમાં સવા ઈંચ અને નવસારીના ચીખલીમાં 17 મીમી વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્માં 22 તાલુકાઓમાં નજીવો વરસાદ થયો હતો. જેમાં દાહોદના ફતેપુરામાં દોઢ ઈંચ, કડાણામાં 1 ઈંચ, સંજેલીમાં 1 ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં નહીંવત વરસાદ થયો હતો. રાજ્યમાં ચોમાસાની મોસમમાં સરેરાશ 36.17 ટકા વરસાદ થયો છે. જેમાં કચ્છમાં 31.74 ટકા , ઉત્તર ગુજરાતમાં 31.18 ટકા, મધ્ય- પૂર્વ ગુજરાતમાં 34.33 ટકા , સૌરાષ્ટ્રમાં 33.61 ટકા , દક્ષિણ ગુજરાતમાં 40.01 ટકા વરસાદ થયો છે.