National

ફરી મેઘો મંડાયો: આગામી 24 કલાકમાં આ રાજ્યોને વરસાદ ઘમરોળશે

નવી દિલ્હી: દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ(Heavy Rain) પડી રહ્યો છે, જ્યારે ઘણી જગ્યાએ દુષ્કાળ(drought) છે. હવામાન વિભાગ (IMD) એ આગાહી કરી છે કે ઉત્તર-પશ્ચિમ(north-west) ભારત(India) અને ઉત્તરાખંડ(Uttarakhand)માં 14 થી 16 સપ્ટેમ્બર સુધી વરસાદ(Rain) પડી શકે છે. આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત(South Gujarat), ઉત્તર મહારાષ્ટ્ર(North Maharashtra) અને મધ્યપ્રદેશ(Madhyapradesh)માં ભારે વરસાદની સંભાવના છે અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિસ્તારને કારણે ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહારમાં વરસાદ પડશે. આ ઉપરાંત આગામી 48 કલાક દરમિયાન સમગ્ર મધ્યપ્રદેશમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં વરસાદ વધવાની સંભાવના છે.

  • ઉત્તર-પશ્ચિમ ભારત અને ઉત્તરાખંડમાં 14 થી 16 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી શકે છે
  • આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, ઉત્તર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના
  • આગામી 48 કલાક દરમિયાન સમગ્ર મધ્યપ્રદેશમાં ઉત્તર-પશ્ચિમ તરફ વરસાદ વધવાની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન ગુજરાત પ્રદેશ, મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણપૂર્વ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, વિદર્ભ, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.

કેવું રહેશે દિલ્હીમાં હવામાન
દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં 16 સપ્ટેમ્બર સુધી હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય માછીમારોને આજે ઉત્તર આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયાકાંઠે આવેલા દરિયાથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે કારણ કે અહીં સ્થિતિ વધુ વણસી શકે છે.

સ્કાયમેટ વેધરનું શું કહેવું છે?
સ્કાયમેટ વેધર અનુસાર, આગામી 24 કલાકમાં ઉત્તર ઓડિશા, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, બિહારના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો, મધ્યપ્રદેશ, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને કોસ્ટલ કર્ણાટકમાં હળવો અથવા મધ્યમ વરસાદ થઈ શકે છે. બીજી તરફ ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ, ઉત્તરપૂર્વ ભારત, આંતરિક ઓરિસ્સા, સિક્કિમ, તેલંગાણા, છત્તીસગઢ, ગુજરાતના બાકીના ભાગો, ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણ અને દક્ષિણપૂર્વ રાજસ્થાન અને મરાઠવાડાના ભાગોમાં હળવો અથવા મધ્યમ વરસાદ પડી શકે છે. આ સિવાય ગિલગિટ-બાલ્ટિસ્તાન, જમ્મુ ડિવિઝન, કાશ્મીર, લદ્દાખ, મુઝફ્ફરાબાદ, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, તમિલનાડુ અને આંદામાન નિકોબાર ટાપુઓમાં હળવો વરસાદ પડી શકે છે.

Most Popular

To Top