Gujarat

વરસાદ આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રને ધમરોળશે

ગાંધીનગર: દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય છે. જયારે બંગાળના અખાત પરથી લો પ્રેશર સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે , જેના પગલે 27મી જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની વકી રહેલી છે. બીજી તરફ આગામી 72 કલાક માટે ગુજરાતમાં ખાસ કરીને સુરત, ભરૂચ , નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, પોરબંદર , જુનાગઢ, ભાવનગર , દ્વારકા અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદનું એલર્ટ જારી કરાયું છે. જયારે આજે સાંજે છ વાગ્યા સુધીમાં રાજયમાં સરેરાશ 147 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં દ્વારકા પાસે કલ્યાણપુરમાં છેલ્લા 36 કલાકમાં 12 ઈંચ જેટલો વરસાદ થથાં જળબંબાકારની સ્થિતિ પેદા થવા પામી છે.

આજે સાંજે ગાંધીનગરમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે , કલ્યાણપૂરમાં 36 કલાકમાં 12 ઈંચ , માણાવદરમાં 8 ઈંચ , પલસાણામા્ં 6.4 ઈંચ , વિસાવદરમાં 6 ઈંચ , બારડોલીમાં 6 ઈંચ , માળિયા હાટિનામાં 5.4 ઈંચ , દ્વારકામાં 5.4 ઈંચ , ઉપલેટામાં 5.2 ઈંચ , કામરેજમાં 5 ઈંચ , ગીર ગઢડામાં 4.8 ઈંચ , કપરાડામાં 4.4 ઈંચ , સુરત – માંડવીમાં 4 ઈંચ જેટલો વરસાદ થયો છે. એકંદરે રાજયમાં 59 તાલુકામાં 1 ઈંચથી 12 ઈંચ જેટલો વરાસદ થયો છે. છેલ્લા 24 કલાકની અંદર રાજયમાં સરેરાશ 150 તાલુકાઓમાં વરસાદ થયો હતો.

જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 8 ઈંચ , કામરેજમાં 6.4 ઈંચ , પલસાણામાં 6.3 ઈંચ , સુરત સીટીમાં 5.8 ઈંચ , નીઝરમાં 5.6 ઈંચ , સુરત મહુવામાં 5 ઈંચ , નવસારીમાં 5 ઈંચ , અંકલેશ્વરમાં 4.6 ઈંચ , પારડીમાં સવા ચાર ઈંચ , ઓલપાડમાં 4 ઈંચ , બારડોલીમાં 4 ઈંચ , પાટણ – વેરાવળમાં 4 ઈંચ , ગણદેવીમાં 4 ઈંચ , ખંભાતમાં 4 ઈંચ જેટલો વરસાદ થયો હતો. ગુજરાતમાં સરેરાશ 40.62 ટકા વરસાદ થયો છે. જે પૈકી કચ્છમાં 51.19 ઈંચ , ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા , મધ્ય – પૂર્વ ગુજરાતમાં 24.04 ટકા , સૌરાષ્ટ્રમાં 59.67 ટકા , દક્ષિણ ગુજરાતમાં 45.11 ટકા વરસાદ થયો છે.

Most Popular

To Top