વડોદરા: ગુજરાત પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાનાં રાજેશ ભાવસાર ને છેલ્લા બે મહિનાથી માહિતી મળી હતી કે પંચમહાલ ના રાજગઢ માં તાંત્રિક વિધિનું મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેની ઉપર GSPCA ટીમેં વોચ ગોઠવતાં આખરે મંગળવારે GSPCA ટીમ તેમજ વડોદરા વાઇલ્ડ લાઇફ સર્કલ નો સ્ટાફ તેમજ રાજગઢ આર.એફ.ઓ. સાથે મળી સંયુક્ત ઓપરેશ હાથ ધરી નકલી સાધુ બનેલા વન અધિકારીએ વિધિ નો શ્વાંગ રચ્યો હતો.
જેમાં વાકુલી ગામ ના ગીચ જંગલમાં વિધિ ચાલી રહી હતી .જેમાં મુખ્ય આરોપી માઊસિંગ બારીયા જે વન્યજીવ પર વિધિ કરવા માટે જંગલમાં લઈ ગયો હતો જેણી પાસે શિડયુલ-1 માં આવતા કાચબા ચાર નંગ હતા જેની પર તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ કરવાનો હતો. આ તાંત્રિક વિધિ માં અન્ય ચાર સાગરીત ને પણ મુદા માલ સાથે વન વિભાગે રંગે હાથ ઝડપી પડ્યા હતા.
તેમની પાસેથી વન્યજીવ કાચબા નંગ-૪ , તેમજ મારક હથિયાર બે તલવાર ,એક ધારીયું, એક છરો વન વિભાગે જપ્ત કર્યુ હતું જેમની સામે વન્યજીવ અધિનિયમ 1972 મુજબ ગુન્હો નોંધી આગળ ની કાર્યવાહી ના ચક્રો ગતિમાન કર્યા હતા.