SURAT

સુરતના રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરત: થોડાં દિવસના વરસાદના (Rain) વિરામ પછી જયારે તહેવારોની (Festival) મોસમ શરુ થઈ છે ત્યારે ફરી એકવાર સુરતમાં હળવો વરસાદ પડ્યો છે. જેના કારણે વાતાવરણ અહલાદાયક બન્યું હતું. રવિવારની (Sunday) વહેલી સવારથી જ આકાશમાં વાદળ છાયું વાતાવરણ છવાયું હતું. સુરતના રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિતના વિસ્તારમાં હળવો વરસાદ વરસ્યો હતો. રવિવાર સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાવાની સાથએ જ ઝરમર વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. શહેરભરમાં સાર્વત્રિક હળવો વરસાદ નોંધાયો હતો. સુરતમાં શહેરમા રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિત અન્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારના રોજ સુરત શહેર અને જિલ્લામાં છૂટોછવાયો વરસાદ થયો હતો તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ નોંધાયો હતો. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં દિવસભર વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. જો કે આગામી દિવસોમાં તહેવારોની મોસમ પણ શરૂ થવા જઈ રહી છે.

છેલ્લાં કેટલાક દિવસોથી શહેરમાં વરસાદ વરસ્તો હતો પરંતુ શહેરભરમાં ઉકળાટ તેમજ બફારો થવા લાગ્યો હતો. ચોમાસાની ઋતુમાં લોકોને ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો. જો કે રવિવારની સવારના રોજ હલકા વરસાદના કારણે શહેરભરમાં ઠંડક થઈ ગઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. શહેરમાં રીંગરોડ, રાંદેર, અડાજણ, વરાછા સહિત અન્ય વિસ્તારોમાં હલકો વરસાદ નોંધાયો હતો.

48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ ખાબકશે
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે રાજ્યમાં આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 6 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. તેમજ 8 અને 9 ઓગસ્ટે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યાં દક્ષિણ ગુજરાત ભારે અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે તેમજ મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.

Most Popular

To Top