SURAT

સુરતમાં મોડી રાત્રે તોફાની પવન સાથે વરસાદ પડ્યો, જહાંગીરપુરામાં લગ્નનો મંડપ તૂટી ગયો

શહેરમાં ગઈકાલે રાતે મિની વાવાઝોડું ફૂંકાયું હતું. આ સાથે અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. ખાસ કરીને રાંદેર, અડાજણ, જહાંગીરપુરા વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો.

જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા ખોડીયાર માતાજીના મંદિર પાસે લગ્નનો મંડપ બાંધવામાં આવ્યો હતો. આ મંડપ મિની વાવાઝોડાની અડફેટે આવી ગયો હતો. મંડપ તૂટી ગયો હતો. મંડપને બચાવવા લોકો થાંભલા પકડીને ઉભા રહી ગયા હતા. તેમ છતાં મંડપને તૂટતા બચાવી શકાયો નહોતો. ભારે પવન અને વરસાદના લીધે મંડપને ખૂબ નુકસાન થયું હતું. સદ્દનસીબે કોઈને ઈજા થઈ નહોતી. રાત્રિના સમયે ફૂંકાયેલા ભારે પવનના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા.

મંડપમાં લાગેલા ડેકોરેશનની સામગ્રી, સ્ટેજ, લાઈટિંગ સહિતના અન્ય સાધનોને પણ ભારે નુકસાન થયું છે. પવન સાથે વરસાદ વરસતા સ્થિતિ વધુ બગડી હતી. લોકોના જણાવ્યા મુજબ, ત્યાં હાજર ઘણા લોકોએ સમયસર સ્થળ છોડ્યું હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. અકસ્માત સમયે ત્યાં કોઈ હાજર ન હોવાને કારણે કોઈને ઈજા થઈ નથી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી કલાકોમાં પવનની ઝડપમાં વધારો થઈ શકે છે અને વરસાદની તીવ્રતા પણ વધુ શકે છે. તંત્ર દ્વારા સુરતના નાગરિકોને સલામતીના પગલાં લેવાની અપીલ કરવામાં આવી છે.

Most Popular

To Top