SURAT

રેલવે મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે, સુરતીઓને મળશે લાભ

સુરત: મુસાફરોની સુવિધા માટે અને તહેવારોની સિઝનમાં મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા પશ્ચિમ રેલ્વેએ મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

  • રેલવે મુંબઈ સેન્ટ્રલ અને નવી દિલ્હી વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે
  • તહેવારોમાં મુસાફરોના ધરાસાને પહોંચી વળવા પશ્ચિમ રેલવે તંત્રનો નિર્ણય, મુસાફરોની સુવિધા વધારવાનો ધ્યેય

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકનાં જણાવ્યા મુજબ ટ્રેન નંબર 04001/04002 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ 5 ટ્રીપ્સ ઓપરેટ થશે. ટ્રેન નંબર 04001 મુંબઈ સેન્ટ્રલ-નવી દિલ્હી સુપરફાસ્ટ એક્સપ્રેસ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલથી 10, 13 અને 16 નવેમ્બર, 2024ના રોજ 23:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 20:50 કલાકે નવી દિલ્હી પહોંચશે.

એ જ રીતે, ટ્રેન નંબર 04002 નવી દિલ્હી-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ એક્સપ્રેસ નવી દિલ્હીથી 12 અને 15 નવેમ્બર, 2024ના રોજ 22:40 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:00 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સુરત, વડોદરા, રતલામ, નાગદા, કોટા અને મથુરા સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 3-ટાયર ઇકોનોમી કોચ હશે. ટ્રેન નંબર 04001નું બુકિંગ તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ઓપન થયું છે.

Most Popular

To Top