SURAT

ગમે તેટલી મહેનત કરો તેમ છતાં રેલવેની કન્ફર્મ ટીકિટ મળતી નથી, ભ્રષ્ટ્રાચારી અધિકારીઓ તેના માટે જવાબદાર છે, જાણો કેવી રીતે?

સુરત : રેલવેમાં (Railway) ઇમરજન્સી ટિકીટના કવોટા (Emergency quota) ખાસ કરીને જરૂરિયાતમંદો માટે ફાળવાય છે. જે લોકોને અરજન્ટ (Urgent) અન્ય સ્થળોએ જવું હોય તેમાં પણ ખાસ કરીને બિમાર હોય અને ઉચ્ચ અધિકારીઓ માટે આએઆરઓ ઓફીસમાં હવે કંટીના આંટાફેરા જોવા મળી રહ્યા છે.

  • એઆરઓ ઓફીસમાં હવે ઇમરજન્સી રેલવે ટિકીટનો કવોટા ફાળવતા અધિકારીઓ વિવાદમાં
  • જો રેલવે ફોનના વોટસઅપ ચેક કરેતો અધિકારીઓની પોલ ખુલી જાય

આરપીએફ (RPF) અને એઆરઓ (ARO) ઓફીસના સંયુકત મેળાપીંપણાને કારણે ઇમરજન્સી ટિકીટનો કવોટામાં ચાર જેટલા ટાઉટોએ કબ્જો કરી લીધો છે. તેમાં જો રેલવેના એઆરઓ સ્ટાફના ટેલિફોન ચેક કરાયતો કદાચ આ આખી પોલ ખૂલી જાય તેમ છે. તેમાં ઉતર ભારતની ટ્રેનોના (Train) બસો થી ચારસો ટકા વધારે ભાવથી ટિકીટોના કાળા બજાર કરવામાં આવી રહ્યા છે. ચાલીસ ટકા રેલવેની ટિકીટો પર ટાઉટો ઇચ્છે ત્યારે ધંધો કરી રહ્યા છે.

અલબત રેલવે એઆરઓની આ મામલે સઘન ચેકિંગ કરવામાં આવે તો આખું કમઠાણ બહાર આવી શકે તેમ છે. સુરતનો ઇમર્જન્સી કવોટા વેસ્ટર્ન રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ બારોબાર વાપરી નાંખતા હોવાની વિગત જાણવા મળી છે. સ્થાનિક એઆરઓ કચેરીએ આ મામલે જણાવ્યું હતું કે, આ મામલે તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top