Gujarat

જોધપુર સુુપરફાસ્ટ એક્સપ્રેસમાં બોમ્બ મૂક્યો હોવાનો મેસેજ મળતા રેલવે પોલીસ થઈ દોડતી

અમદાવાદઃ મહેસાણા (Mahesana) રેલવે પોલીસ (Railway Police) કંટ્રોલ રૂમને (control Room) જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં (Jodhpur superfast express train) બોમ્બ (Bomb) મુક્યો હોવાનો એક મેસેજ મળ્યો હતો. મેસેજ મળતા જ મહેસાણા રેલવે પોલીસ દોડતી થઈ ગઈ હતી. મહેસાણા રેલવી પોલીસ સહિત એલ,સી.બી અને એસ.સો.જીને પણ જાણ કરી દેવામાં આવી હતી. જોધપુર એક્સપ્રેસ સાબરમતી (Sabarmati) રેલવે સ્ટેશને પહોંચી હતી. જ્યાં પોલીસીની ટીમે ટ્રેનને રોકીને તેનું ચેકિંગ હાથ ધર્યું હતું. કંટ્રોલ રૂમમાં ફોન કરનાર બે યુવકની ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર અડધી રાત્રે મહેસાણા રેલવે કંટ્રોલ પર પર એક મેસેજ આવ્યો હતો. મેસેજ કરનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે સર, હેલ્પી મી, મેં આપકી ટ્રેનકા એક બોય હું, સર આપકી ટ્રેનમેં કોઈ બોમ્બ લેકર જા રહા હે. સર આપ મેરી બાત કા યકીન કરો, ઉસને ચીલ્ડ્રન કો પકડ રખા હે. જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસમાંથી આ પ્રકારનો મેસેજ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. મેસેજ મળતા જ રેલવે પોલીસ સહિત, આર.પી.એફ અને બી.ડી.ડીએસની ટીમ જોધપુર એક્સપ્રેસના ચેકિંગ માટે રવાના થઈ હતી. ટીમએ જોધપુર એક્સપ્રેસને સોબરમતી રેલવે સ્ટેશન રોકી હતી. ત્યાર બાદ તેનું ચેકિંગ કરતા ક્યાં કોચમાંથી કરવામાં આવ્યો હતો તે સામે આવ્યું હતું.

આ મામલે જોધપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ-3માં સીટ નંબર 63 પર મેસેજ કરનાર યુવક મળી આવતા તેની પુછપરછ કરવામાં આવી હતી. તેની સાથેના યુવકે ટિકિટ બતાવતા બન્ને મુસાફરોએ રેલવે સ્ટેશનથી દાદર રેલવે સ્ટેશન સુધીની ટિકિટ લીધી હતી. મેસેજ કરનાર યુવકને સાબરમતી રેલવે પોલીસ મથકે લાવી પૂછપરછ કરવામાં આવી હતી. જ્યાં તેઓએ પોતાની ઓળખ આપી હતી. એક યુવકનુ નામ દેવેન્દ્રસિંહ રાઠોડ અને તે મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં રહેતો હોવાની કબૂલાત કરી હતી. વધુ પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતુ કે, તે પોતાના મિત્ર નેમીચંદ કડવા સાથે જોધપુર સુપરફાસ્ટ ટ્રેનમાં ઘાંચીપુરથી મેડતા જતા હતા. આ દરમિયાન તેઓને ટ્રેનના ટોઈલેટ પાસે એક રેલવે કંટ્રોલનો નંબર મળ્યો હતો અને તેઓએ આ નંબર ઉપર મજાક મજાકમાં બોમ્બ સંબંધે અફવાનો મેસેજ કંટ્રોલ રૂમને આપ્યો હતો.

જો કે તેમ છતાં પણ ટ્રેનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને B.D.D.S  ટીમે ટ્રેનમાં તપાસ કરતા કોઈ પણ વાંધાજનક બોમ્બ કે વસ્તુ મળી આવી નહતી. આ મામલે સાબરમતી રેલવે પોલીસ મથકે યુવક સામે ખોટો મેસેજ કરવા બદલ તેમજ લોકોમાં ભયનો અને ગભરાટનો માહોલ ઉભો કરવા અને અંશાતિ ઉભી કરવા મામને ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી હતી. 

Most Popular

To Top