નવી દિલ્હી : રેલ મંત્રી (Railway Minister) અશ્વિન વૈષ્ણવે (Ashwin Vaishnav) શનીવારે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર (PM Narendra Modi) મોદીએ રેલ મંત્રાલયને વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) જેમ ‘વંદે મેટ્રો’ (Vande Metro) લાવવા માટે કહ્યું છે. ‘વંદે મેટ્રો ‘ ટ્રેન નજીકના બે મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનની કલ્પના જેવી છે. પત્રકારો સાથે વાત કરતા રેલ મંત્રીએ એ પણ કહ્યું હતું કે ભારતીય રેલ્વે તંત્રએ ગયા વર્ષે અનાજ, ખાતર અને અન્ય ઘણી વસ્તુઓના પરિવહન માટે રૂ. 59,000 કરોડની સબસિડી આપી છે. જે દરેક પેસેન્જર માટે 55 ટકા જેટલું આપેલા કન્સેશનને બરાબર છે.
- વંદે ભારત ટ્રેન પછી આવશે વંદે મેટ્રો ટ્રેન રેલ મંત્રીને પી.એમ.મોદીએ આપ્યો ટાર્ગેટ
- PM મોદીએ રેલ મંત્રાલયને વંદે ભારત ટ્રેનની જેમ ‘વંદે મેટ્રો’ લાવવા માટે કહ્યું
- ‘વંદે મેટ્રો ‘ ટ્રેન નજીકના બે મોટા સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનની કલ્પના જેવી છે
100 કિલોમીટરના દાયરા વાળા બે શહેરો વચ્ચે ચાલશે
અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીએ આ વિષયને લઇ અમને એક લક્ષ્ય આપ્યો છે.. વંદે ભારત ટ્રેન સફળ થયા બાદ તેમેણે એક નવું વૈશ્વિક સ્તરનું વિઝન જોયું છે.તે વિઝન છે ‘વંદે મેટ્રો ‘ આ કોન્સેપટ વિષે વધુ માહિતી આપતા તેમને કહ્યું હતું કે આ ટ્રેનોને બે શહેરો વચ્ચે હાઈ ફિક્વન્સી સાથે ચલાવવામાં આવશે જે પ્રત્યેક 100 કિલોમીટરના દાયરા વાળા બે શહેરો વચ્ચે ચાલશે.ભારતમાં હાલ વંદે ભારત ટ્રેન ખુબ જ સફળ રીતે ચાલી રહી છે જેનો યાત્રીઓ તરફથી પણ ખુબ જ સારો સહકાર મળી રહ્યો છે.
હાઇડ્રોજન ટ્રેન અને બુલેટ ટ્રેન માટે પણ કહી આ વાતો
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા શુક્રવારે તેમણે કહ્યું હતું કે ભારતની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનો પ્રોટોટાઈપ આ વર્ષે ડિસેમ્બરમાં દેશના પાટા પર દોડશે અને ભારતની ઓગસ્ટમાં પહેલી બુલેટ ટ્રેન. 2026માં દોડવાનું લક્ષ્ય છે. રેલ્વે મંત્રીએ કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ વંદે ભારતનો કોન્સેપ્ટ 2017માં આપ્યો હતો તે 2019માં બનાવવામાં આવ્યો હતો અને બે વર્ષ સુધી અનેક લાખ કિલોમીટરથી વધુ દોડીને તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે વ્યવહારીક રીતે દર 8 થી 10માં એક વંદે ભારત ટ્રેનો ચાલી રહી છે. અને હવે અમારું લક્ષ્ય દર અઠવાડિયે બેથી ત્રણ વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કરવાનું છે.
માનનીય પ્રધાન મંત્રીએ આ વિષયને લઇ અમને એક લક્ષ્ય આપ્યો છે
આ ટ્રેનોને બે શહેરો વચ્ચે હાઈ ફિક્વન્સી સાથે ચલાવવામાં આવશે જે પ્રત્યેક 100 કિલોમીટરના દાયરા વાળા બે શહેરો વચ્ચે ચાલશે. ભારતમાં હાલ વંદે ભારત ટ્રેન ખુબ જ સફળ રીતે ચાલી રહી છે.અશ્વિની વૈષ્ણવે વધુમાં જણાવ્યું હતું કે માનનીય પ્રધાન મંત્રીએ આ વિષયને લઇ અમને એક લક્ષ્ય આપ્યો છે. વંદે ભારત ટ્રેન સફળ થયા બાદ તેમેણે એક નવું વૈશ્વિક સ્તરનું વિઝન જોયું છે.