National

ચેન્નાઇથી પૂણે જતી ટ્રેનમાં 40 લોકોને એકસાથે ફૂડ પોઇઝનિંગ થયું, રેલ્વેએ કહ્યું- અમે ફૂડ સપ્લાય…

નવી દિલ્હી: રેલવેનો (Railway) ફૂડ ખાવાથી ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) થવાના કિસ્સા અવારનવાર આવ્યા કરે છે. પરંતુ ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા ટ્રેનમાં રેલવે દ્વારા આપવામાં આવેલા ભોજનને કારણે આ 40 મુસાફરોને ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું સામે આવ્યું છે. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી રેલવે તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

વાસ્તવમાં ચેન્નાઈથી પુણે આવી રહેલી ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરોએ ભોજન ખાધા બાદ જ અસ્વસ્થતા અનુભવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘણા મુસાફરોએ ખોરાક ખાધા પછી ઉલ્ટી અને ઝાડા થવાની ફરિયાદ કરી હતી. ધીમે ધીમે ઘણા મુસાફરોએ આવી જ ફરિયાદો કરી. આ પછી વાતાવરણ બગડ્યું. લોકોએ આરોપ લગાવ્યો કે ખરાબ ભોજનને કારણે તેની તબિયત બગડી હતી. જે બાદ તરત આ 40 મુસાફરોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ રેલવે દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોઇ પ્રાઇવેટ ફૂડ સપ્લાયરના ફૂડ ખાવાથી મુસાફરોને આ સમસ્યા થઇ છે. રેલવે પ્રશાસનને મુસાફરોની ખરાબ તબિયતની ફરિયાદ મળતાની સાથે જ રેલવે પ્રશાસને ચાર્જ સંભાળી લીધો હતો. રેલ્વેએ તરત જ પુણે રેલ્વે સ્ટેશન પર તમામ 40 મુસાફરોની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જે બાદ તેને પુણેની સુસુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હાલ તમામ મુસાફરોની હાલત સ્થિર હોવાનું કહેવાય છે. આ સમગ્ર મામલે હજુ સુધી રેલવે તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

NCP સુપ્રિયા સુલેએ ભારત ગૌરવ યાત્રા એક્સપ્રેસમાં બનેલી આ ઘટના પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે લખ્યું કે ભારત ગૌરવ ટ્રેનમાં એક ચિંતાજનક ઘટના પ્રકાશમાં આવી, જ્યાં 40 મુસાફરો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. જો અસરગ્રસ્ત ખોરાકનો સ્ત્રોત રેલ્વે સેવાઓમાં હોવાનું જાણવા મળે છે, તો તેની સંપૂર્ણ તપાસ જરૂરી છે અને જવાબદારો સામે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા જોઈએ. સુલેએ કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને આ બાબતને અત્યંત ગંભીરતાથી જોવા અને મુસાફરોની સુખાકારીની સુરક્ષા માટે તાત્કાલિક નિરાકરણની ખાતરી કરવા અપીલ કરી છે.

Most Popular

To Top