National

રેલવે કર્મચારીઓને દિવાળીની ભેંટ: સરકાર 78 દિવસનો પગાર બોનસ રૂપે આપશે

રેલવે કર્મચારીઓને કેન્દ્ર સરકાર તરફથી દિવાળી બોનસ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Cabinet Meeting PM Narendra Modi) અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આજે બોનસ પર નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકૂરે (Minister Anurag Thakur) પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે 78 દિવસનું બોનસ કેબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે. રેલવેના કર્મચારીઓને દશેરા પહેલાં જ બોનસ આપવામાં આવશે. (Railway Employees Diwali Bonus Announce ) ખરેખર દર વર્ષે 78 દિવસનું વેતન બોનસ તરીકે રેલવે કર્મચારીઓને આપવામાં આવે છે. રેલવેના અંદાજે 11.56 લાખ નોન ગેઝેટેડ કર્મચારીઓને તેનાથી ફાયદો થશે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં લેવાયો નિર્ણય
  • કેન્દ્રીય મંત્રી આરોગ્ય ઠાકૂરે પત્રકાર પરિષદમાં કરી જાહેરાત, દશેરા પહેલાં જ બોનસ આપવામાં આવશે

મળેલી માહિતી અનુસાર આ વર્ષે રેલવે કર્મચારીઓને 18000 રૂપિયા બોનસ રૂપે મળશે. મંત્રી અનુરાગ ઠાકૂરે કહ્યું કે બોનસ સામાન્ય રીતે 72 દિવસનું આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે સરકારે 78 દિવસનું બોનસ મંજૂર કર્યું છે. કુલ 1985 કરોડ રૂપિયા બોજો સરકાર પર પડશે.

તહેવારની સિઝનમાં પહેલાં સાર્વજનિક ક્ષેત્રના કોલ ઈન્ડિયા લિ. નાણાંકીય વર્ષ 2020-21 માટે પોતાના બિનકાર્યકારી કેડર વર્કફોર્સ માટે 72,500 રૂપિયાનું પર્ફોમન્સ આધારિત પ્રોત્સાહન એટલે કે PLR આપવાનું વચન આપ્યું છે. મહારત્ન કંપનીએ કહ્યું કે પીએલઆરની ચૂકવણી 11 ઓક્ટોબર 2021 સુધીમાં કરી દેવામાં આવશે.

Most Popular

To Top