Charchapatra

રેલ્વે ડીવીઝન ભલે ન આપ્યું,પણ એક નવી મુંબઈ માટે ટ્રેન તો આપો

અત્યારે તો સરકાર હસ્તક ઘણી કંપનીઓ, ઘણા પ્રકલ્પો અને સાહસો છે.પણ ગઈ સદીના છઠ્ઠા દાયકામા સરકારી તંત્રની વાત આવે એટલે પોસ્ટ, પોલીસ ને રેલ્વેનો ઉલ્લેખ અવશ્ય આવે.તે એટલા માટે કે આ તંત્રો તેમના બહેરા પણા અને જડતા માટે ખાસ્સા કુખ્યાત હતા. આજે પરિસ્થિતિ  સાવજ બદલાઈ ગઈ છે.અને લોકશાહીમા એનો ચહેરો અને સ્વરૂપ પણ સમય જતાં બદલાયાં છે.છતાં એના વરવા અંશો કયારેક એનો મુખવટો બતાવતા હોય છે.આમ એટલે કહેવું પડે છેકે સુરતને રેલ્વે ડીવીઝન મળે એ માટે એક સમયે ટ્રાફિક,આવક,અને ઉદ્યોગો નો સર્વે કરીઆ દૈનિકે એકાદ મહિના સુધી લગભગ સારૂં કવરેજ આપ્યું હતું, એટલું જ નહિ.

રેલ રાજ્ય મંત્રી એ પણ ઘણા પ્રયાસ કર્યા હતાં.છતાં રેલ્વે સત્તાવાળાઓ એક ના બે ન જ થયા.  નવો કાયાકલ્પ કરીને ફલાંઇગ રાણીને નવા કોચ અને સુવિધાયુકત બનાવી એ બાબત જરૂર વધાવીએ.પણ સવારે ફલાઈંગ પછી મુંબઈ માટે બીજી એક્સપ્રેસ ટ્રેનની લોકોની માગણી વરસો જૂની એમજ ઊભી છે.જો ફલાઈંગ પરનો ધસારો જુઓ તો મુંબઈ અપ ડાઉન કરનાર પાસ હોલ્ડરોની વીતક કથાઓ ચોંકાવનારી છે.એક સમયે મેં પણ જોબને કારણે અપ ડાઉન કરી છે એટલે ભીડ શું છે એની મને ખબર છે.આમ છતાં કમનસીબે કેટલાક સમય પહેલાં વાપી મારે વહેલી સવારે પહોંચવાનુ હતું.ને મેં આ ફલાઈંગ પકડી.બે વખત ચેઈન પુલીંગ બીજા યુવાનોએ કરીને ટ્રેન થોભાવી, અને પ્લેટફોર્મ પૂરો થઇ ગયો હોવાથી મને તેડીને એ યુવાનોએ ઊતાર્યો.આ છે સુરતની રાણીની કરૂણ કહાણી.
સુરત     – પ્રભાકર ધોળકિયા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

જળ એ તો જીવન છે, પણ ચોમાસાની સાવધાની જરૂરી
ચોમાસાની ઋતુ આવે ભલે બાળકો યુવાનોને મજા પડે પણ ઠેર ઠેર વધારે વરસાદના લીધે નદી નાળા છલકાઇ જાય, પૂર આવે, વાદળો ફાટે, ભૂસ્ખલન થાય, પૂલો તૂટે, આવી મુસીબતો આવે છે. માનવીને સદા સંઘર્ષનો સામનો કરવો જ પડે છે. વૃક્ષો પણ ધરાશયી થાય છે. પછી આવે પાણી ઓસરે એટલે રોગચાળો આવે- મચ્છરોનો ત્રાસ વધી જાય, જીવજંતુ એકટીવ બની જાય. બાકો કે મોટેરા રોગોના ભોગ બની જાય, તેથી જ વરસાદી મોસમમાં શરદી ખાંસીથી બચવા પ્રયત્નશીલ રહેવું જોઇએ. માંદા ન પડાય તેનું ધ્યાન પણ રાખવું જરૂરી બને છે.

વરસાદની મજા માણવા સ્વસ્થ રહેવું પણ જરૂરી બને છે. તો મ્યુનિસિપાલટીની કાર્યવાહી વધી જાય. રસ્તાના ખાડા, ગટરો, કચરાના ઢગલા વગેરે દૂર કરવા મહેનત માંગે, કર્મચારીઓની કાર્ય ગતિ પણ વધી જાય. પણ આપણે પણ સમજી વિચારી ગંદકી ન કરવાનો પ્રયત્ન કરવો જોઇએ. બીજા આસપાસના જનોનો પણ વિચાર કરવો જોઇએ. આહાર વિહાર પણ હેલ્ધી અને તાજો હલકો ફૂલકો લેવો જોઇએ. હવે તહેવારો અવાશે. તળેલા કે ભારે પદાર્થો ન લેવા જોઇએ. પાચનશકિત પણ મંદ હોય છે ચોમાસામાં તેનો ખ્યાલ રાખવો જરૂરી છે. તો આવું બધું સામાન્ય વસ્તુનું ધ્યાન રાખીએ તો આ ચોમાસુ મજા આપી જાય. પણ સતર્ક અને સાવધાન રહેવું જોઇએ. વર્ષા રાણી વગર તો આ જીવોને ખેડૂતોને તો ચાલે જ નહિને?!!
સુરત              – જયા રાણા- આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top