Vadodara

શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફિકને નડતર રૂપ રેલિંગને દૂર કરાઈ

વડોદરા : શહેરમા અનેક જગ્યા એવી છે કે જે ટ્રાફિક ને નડતર રૂપ છે. જેમાં ખાનગી દબાણો નો પણ સમાવેશ થાય છે. કેટલાક રોડ પર સરકારી વ્યવસ્થા પણ ટ્રાફિક ને નડતર રૂપ જોવા મળે છે. પાલિકા તંત્ર હવે ટ્રાફિક ને નડતર રૂપ દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી છે.
ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખી નડતરરૂપ રેલિંગને દૂર કરતી પાલિકા
વડોદરા શહેરમાં ટ્રાફિક ને નડતરરૂપ અલગ અલગ જગ્યા પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા નડતરરૂપ વસ્તુઓ દૂર કરવામાં આવતી હોય છે તેવી જ કામગીરી વડોદરા મહાનગરપાલિકાની ટીમ દ્વારા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલની સુચનાથી એકતા નગર ચાર રસ્તા પાસે આવેલ નડતરરૂપ 70 થી 80 ફૂટ લાંબી લોખંડની નડતરરૂપ રેલિંગ ને ટ્રાફિક સુરક્ષાને ધ્યાનમાં રાખી દૂર કરવામાં આવી હતી.

Most Popular

To Top