Charchapatra

દરોડા

બેશક કબૂલવું પડશે કે,દેશના ઈતિહાસમાં, વિવિધ સરકારી એજન્સીઓ દ્વારા છેલ્લાં સાતથી આઠ વર્ષોથી એકધારા  દરોડા પડી રહ્યા છે,કે સત્તાધારી સરકાર પડાવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે દેશની સવાસો કરોડ ઉપરાંતની વસ્તી સમેત ગણાય મતદારોમાં પણ હવે સામાન્ય ગણગણાટ શરૂ થયો છે કે, આવું..બદલાની ભાવના કે, રાજકીય આડોડાઈવાળું વાતાવરણ ક્યારેય જોયું જ નથી એ નગ્ન સત્ય હકીકત છે. 

મતભેદના સ્થાન ઉપર હવે,રીતસર મનભેદ જ્યારે એક હદથી વધારે પરાકાષ્ઠાએ પહોંચ્યો છે, ત્યારે આવા પ્રકારની રાજરમતનીતિ ખતરનાક સાબિત થઈ શકે છે, જેની સીધી અસર હયાત અને આવનારી સમજદાર અને સાક્ષર જાગૃત યુવા પેઢી ઉપર પડ્યા વિના રહેશે ખરી ? આ , બાબતે ખરેખર તો સાંપ્રત સમયના રાજકીય માંધાતાઓ માટે શાંત ચિત્તે.. મનોમંથન કરવાનો અને ગંભીરતાથી વિચાર કરવાનો સમય પાકી ગયો છે.  આજકાલના બહુધા સમાચારો એવા જોવા ,વાંચવા મળે છે કે, એમાં મોટા ભાગના વિપક્ષના સભ્યો ને દેશની વિવિધ એજન્સીઓ દ્વારા દરોડો દરમિયાન, સર્ચ ઓપરેશન હાથ ધર્યું તો.. આટલી બધી રોકડ..

જ્વેલરી, બેનંબરી કારોબારના દસ્તાવેજો હાથ લાગશેની ધારણાઓના બંધ બાંધવામાં આવે છે, પરંતુ..નજીકના જ ભૂતકાળમાં એક મજબૂત વિપક્ષ નેતાના ઘરેથી આવી દરોડાછાપ એજન્સીએ ધોયેલા મુળા જેવી હાલતમાં ઓફિસ ભેગા થવું પડ્યું હતું, કશું જ હાથ નહીં લાગ્યું હતું.  આમ આવું થવા માંડ્યું છે ત્યારે..આજકાલના સત્તાધીશોના માનસની ખરેખરી મનોદશા છતી કરે છે જે..પેલી જૂની ગુજરાતી કહેવતો યાદ કરાવી જાય છે કે, ઘરનો બળેલો ‘જ ગામને બાળવા નીકળે છે.
સુરત     – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

હે મા, મારાં કર્મોને યોગ્ય દિશા આપજો
વેદોએ પણ શકિતની ઉપાસનાનું મહત્ત્વ સમજાવ્ંયુ છે. મહર્ષિ વ્યાસે પાંડવોને કહ્યું કે જો તમારે ધર્મનું રક્ષણ કરવું હોય તો આદ્ય શકિતની ઉપાસના કરવી પડશે. નવરાત્રિ એટલે માતાની શકિત અને આરાધનાનું પાવન પર્વ. શકિતની પૂજા દેવીના રૂપમાં કરવામાં આવે છે અને તે છે સરસ્વતી, લક્ષ્મી અને કાલી. જગતમાં જીવભોગની ઉત્પત્તિ નારી રૂપથી થઇ છે. તેથી માતૃશકિતનો મહિમા બહુ મોટો ગણાય છે.

દેવી શકિત સર્જન અને સંહાર બંને કરી શકે છે. કઠોર અને કોમલ ભાવોનું મિશ્રણ છે. શકિતથી આરાધના અને ઉપાસના જીવનને રક્ષિત કરવા માટે જરૂરી છે. તારા ભકતો, તારું સ્મરણ પૂજન કરે ત્યારે તું અતિશય કલ્યાણકારી બુધ્ધિપ્રદાન કરે છે. સર્વે પર ઉપકાર કરવા તારું હૃદય હંમેશા તત્પર છે. આ દિવસોમાં અંતરના ઊંડાણમાં જઇ પ્રાર્થના કરો કે હે મા, તમે મારા હૃદયમાં ચૈતન્ય રૂપે રહો અને મારાં કર્મોને યોગ્ય દિશાએ વાળો. હે મા, તું તો મંગલમય, કલ્યાણમય અને પૂજનીય છે.તારી કૃપા સર્વે પર રહો. એવી ભાવના સાથે માને વંદન.
સુરત     – મહેશ આઇ. ડોકટર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top