સુરતઃ શહેરના વેસુની સાઈ સમર્થ રેસિડેન્સીનો એક ફ્લેટ ભાડે રાખી તેમાં ચાલતા દેહવ્યાપારનો ક્રાઈમ બ્રાન્ચની ટીમે પર્દાફાશ કર્યો હતો.દરોડા દરમિયાન સંચાલક અને દલાલ બેડ રૂમની બારી માંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે બે મહિલાઓને મુક્ત કરાવી હતી.
- મહિધરપુરા વાણિયા શેરીનો અતિત પટેલે ફ્લેટ ભાડે રાખી ગોરખધંધો શરૂ કર્યો હતો
- પોલીસે બે મહિલાને મુક્ત કરાવી, ગ્રાહક પાસે 5000 લઇ લલનાઓને 2000 અપાતા હતા
ક્રાઇમ બ્રાન્ચ પાસે મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચની એન્ટી હ્યુમન ટ્રાફિક યુનિટની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન બાતમી મળી હતી કે, વેસુ વીઆઇપી રોડ પર આવેલી સાંઈ સમર્થ રેસિડેન્સીમા એક ફ્લેટ ભાડે રાખી મહિલાઓને બોલાવી દેહેવ્યાપાર કરાવાતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસની ટીમે ફ્લેટ ઉપર દરોડો પાડ્યો હતો.
રેડ દરમિયાન પોલીસને ફલેટના હોલમાં એક મહિલા મળી આવી હતી. જ્યારબાદ પોલીસે મોકલેલ એક ડમી ગ્રાહક સાથે અન્ય મહિલા મળી આવી હતી. પોલીસની ટીમે ફલેટના અન્ય બેડરૂમ બંધ હોઈ જેને ખોલવાનો પ્રયત્ન કર્યો હતો. બેડરૂમ અંદરથી બંધ હતો જેથી શંકા જતા પોલીસની ટીમના કેટલાક માણસો ફલેટની નીચે ગયા હતા.
જે દરમિયાન બેડ રૂમની બારી માંથી બે લોકો ભાગી ગયા હોવાનું માલમ પડ્યું હતું. પોલીસે મહિલાઓને બંને ભાગી ગયેલા લોકો વિશે પૂછતાં તેમણે ફ્લેટ ભાડે રાખી દેહવ્યાપાર કરાવનાર અતીત નિરંજનભાઇ પટેલ (રહે.રોયલ રેસિડેન્સી વાણીયા શેરી મહીધરપુરા) હોવાનું જણાવ્યું હતું.
જિગ્નેશ નામનો યુવાન મહિલા સપ્લાય કરતો હોવાની પણ તેમણે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. પોલીસે મહિલાઓને વધુ પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ હતું કે અહીં આવતા ગ્રાહક પાસે 5 હજાર વસૂલી સંચાલક તેમને 2 હજાર કમીશન પેટે આપતો હતો.