SURAT

“NO DRUGS” અભિયાન હેઠળ કડોદરા સુરત રોડ પર રેડ

સુરત શહેરમાં નશાના કારોબાર સામે કડક વલણ દાખવતા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત દ્વારા ચાલી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત સારોલી પોલીસે મહત્વપૂર્ણ સફળતા હાંસલ કરી છે. તા. 21/02/2026ની મોડી રાત્રે મળેલી ચોક્કસ બાતમીના આધારે કડોદરા-સુરત રોડ પર નિયોલ ચેકપોસ્ટ નજીક સાબરગામ ત્રણ રસ્તા પાસે જાહેરમાં રેડ પાડી 13.868 કિલોગ્રામ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે.એક ઇસમ પ્લાસ્ટિકની કોથળીમાં ગેરકાયદેસર ગાંજાનો જથ્થો લઈને નિયોલ ચેકપોસ્ટ તરફ આવવાનો છે.જેવી પોલીસ ને બાતમી મળી હતી, જે મુજબ પોલીસએ વોચ ગોઠવી અને વર્ણન મુજબના કપડાં પહેરેલા શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી.

પોલીસ તપાસ માં પકડાયેલ આરોપીનું નામ મંગલુ દિવાકર હોવાનું બહાર આવ્યું છે. તે મૂળ ઓડિશાના ગંજામ જિલ્લાનો રહેવાસી છે અને હાલ સુરતના પાંડેસરા વિસ્તારમાં મજૂરી કામ કરતો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ 13.868 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો  જેની અંદાજિત કિંમત રૂ. 6,93,400 છે. સાથે જ એક મોબાઇલ ફોન (કીંમત રૂ. 10,000), બે સિમકાર્ડ અને પ્લાસ્ટિકની કોથળી સહિત પોલીસે કુલ રૂ. 7,03,400નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે,

આરોપી ની પ્રાથમિક પૂછ પરચ માં ખુલ્યું કે ગાંજાનો જથ્થો ઓડિશાના કોદલા શહેરમાં રહેતા સંતોષ નામના વ્યક્તિ પાસેથી મેળવવામાં આવ્યો હતો, જ્યારે સુરતમાં રંજન નામના વ્યક્તિએ આ માલ મંગાવ્યો હતો. બંને આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરાઈ છે.આ અંગે સારોલી પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ નો ગુનો નોંધાયો છે.સુરત પોલીસ દ્વારા શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત આવી વધુ કડક કામગીરી ચાલુ રહેશે તેવી પોલીસે સ્પષ્ટતા કરી છે.

Most Popular

To Top