Comments

રાહુલની દક્ષિણ અમેરિકા મુલાકાત: ખોટા સમયે, ખોટી સલાહ

કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીને કોઈ વિવાદ વિના પણ વિવાદો ઊભા કરવાની આદત છે. તેમના રાજકીય જીવનમાં વિવાદોનો સૌથી મોટો સ્રોત વારંવાર વિદેશ પ્રવાસો રહ્યા છે કેટલાક લાંબા અને કેટલાક ટૂંકા ગાળાના. માન્ય પાસપોર્ટ અને વિઝા પર મુસાફરી કરતા અન્ય કોઈ પણ ભારતીયની જેમ, તેમને પણ વિદેશ પ્રવાસ કરવાનો અધિકાર છે. તે ચોક્કસપણે કોઈ મુદ્દો નથી અને વિવાદ ઊભો કરવાનું કારણ નથી.

ભારત જેવી સક્રિય લોકશાહીમાં રાજકારણ એ 24×7 ચાલતું કાર્ય છે, જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના જેવા પૂર્ણ સમયના રાજકારણીઓએ વધુ મજબૂત બનાવ્યું છે. તેઓ રાજનીતિ ખાય છે, પીવે છે અને સૂવે છે. દેખીતી રીતે, તેમનાં ઘણાં પુરોગામીઓની જેમ, વ્યસ્ત રાજકારણથી ધ્યાન હટાવવાનો કોઈ રસ્તો નથી દેખાતો, રાજકીય સીમાઓથી પર. આ ભૂતકાળમાં સાચું હોઈ શકે છે, પરંતુ આ ચોક્કસપણે 21મી સદીના મુખ્યત્વે ભારતના યુવા મતદારોની પસંદ અને રુચિની અનુકૂળ નથી.

આમ છતાં, આ યુગનાં મતદારો પણ ચૂંટણી લડાઈઓ સહિત મહત્ત્વપૂર્ણ સમયે ગેરહાજર નેતાઓને ધિક્કારે છે અને જ્યારે ગાંધી આમ કરે છે, જેમને મોદીના નેતૃત્વ હેઠળના ભાજપ તંત્ર દ્વારા તેમના સોશ્યલ મિડિયા સેલ દ્વારા ખલનાયકનું સ્વરૂપ આપવામાં આવ્યું છે, જે ગાંધી વિશે વિવાદ પેદા કરીને લગભગ આજીવિકા ચલાવે છે, ત્યારે તે ચોક્કસપણે ‘બંદી’ મિડિયાનું ધ્યાન આકર્ષિત કરે છે અને લોકોમાં ચર્ચા પેદા કરે છે. ગાંધી જ્યારે અચાનક દૂરના દક્ષિણ અમેરિકાના ચાર દેશોના પ્રવાસ પર નીકળ્યા, તે પણ મહત્ત્વપૂર્ણ બિહાર વિધાનસભા ચૂંટણીઓ વચ્ચે ત્યારે તે વિવાદ ઊભો થવો સ્વાભાવિક છે. ઠીક છે, તેનાથી સંઘ પરિવાર (ભાજપ સહિત)ને બિહાર વિધાનસભા ચૂંટણીઓ પ્રત્યેની તેમની ગંભીરતા પર પ્રશ્ન ઉઠાવવા માટે ચોક્કસપણે પૂરતો દારૂગોળો મળ્યો, જ્યાં તેમણે ચૂંટણી પંચ દ્વારા મતદાનના ત્રણ મહિના પહેલાં મતદાર યાદીઓના ખાસ સઘન સુધારામાંથી એક મોટો મુદ્દો ઊભો કર્યો હતો.

દક્ષિણ અમેરિકા (કોલંબિયા, બ્રાઝિલ, પેરુ અને ચિલી)ને તેમના નવીનતમ સ્થળ તરીકે પસંદ કરવા અથવા પસંદ કરવાની સલાહ આપવા પાછળનું કારણ ગમે તે હોય, તે વિચિત્ર લાગે છે. તે ખોટા સમયે અને ખોટી સલાહભર્યું છે. બિહાર ફક્ત રાજકારણનું કેન્દ્ર જ નથી રહ્યું, પરંતુ અનેક રાજકીય ચળવળોને જન્મ પણ આપ્યો છે. આ વાત ગાંધી અને તેમના સલાહકારોએ વિશ્વના દૂરના પ્રદેશની યાત્રા પર નીકળતાં પહેલાં ધ્યાનમાં રાખવી જોઈતી હતી, જેનો દેશના ચૂંટણી ગણિત પર કોઈ સીધો પ્રભાવ નથી પડતો અને ન તો વિશ્વના રાજદ્વારી વાતાવરણ પર તેનો કોઈ મોટો પ્રભાવ પડે છે. ભલે રાજદ્વારી અને આર્થિક રીતે આ પ્રદેશ ખૂબ મહત્ત્વ ધરાવે છે, પરંતુ ગાંધી માટે આ દૃષ્ટિકોણથી પરિસ્થિતિનો લાભ ઉઠાવવો એ ઘણી દૂરની વાત છે. તે તબક્કે પહોંચવા માટે તેમણે ઘણી મુશ્કેલ ચૂંટણી લડાઈઓ લડવી પડશે.

સંઘ પરિવાર સહિત ઘણાં લોકોએ તેમના વિદેશ પ્રવાસો, ખાસ કરીને તાજેતરના પ્રવાસને, ગાંધીના પોતાના માટે આંતરરાષ્ટ્રીય છબી બનાવવા અથવા મોજમજા કરવાના પ્રયાસ સાથે જોડ્યા છે. એ હકીકતને નકારી શકાય નહીં કે તેમની જેમ સંવાદાત્મક વિદેશી મુલાકાતો, નેતાના દૃષ્ટિકોણ વિશે વિશ્વને પ્રત્યક્ષ માહિતી આપે છે અને તેમને વિશ્વ દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે, પરંતુ તે જમીની વાસ્તવિકતાઓ અને તે દેશમાં પ્રવર્તતી પરિસ્થિતિઓ સાથે સીધી સંબંધિત છે.

આ સંદર્ભમાં, બિહાર જ્યારે તીવ્ર ચૂંટણી લડાઈની તૈયારી કરી રહ્યું છે ત્યારે ગાંધીએ દક્ષિણ અમેરિકાની મુલાકાત માટે પસંદગી કરવી એ ચોંકાવનારું છે. જ્યારે ભાજપે બધી તાકાત લગાવી દીધી છે અને વડા પ્રધાન મોદી તેમના નજીકના વિશ્વાસુ, ગૃહમંત્રી  અમિત શાહ અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનની મદદથી પૂર્ણ સીટોની વહેંચણી માટે સંઘર્ષ કરી રહ્યું છે, ત્યારે આવા સમયે તેમનો વિદેશ પ્રવાસ એક ચોંકાવનારો મુદ્દો છે. તે દરેક દૃષ્ટિકોણથી સંપૂર્ણપણે અવિશ્વસનીય છે.

ઉપલબ્ધ બધા સંકેતો પરથી એ સ્પષ્ટ છે કે, ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડા, જે ગાંધી પરિવારના નજીકના વિશ્વાસુ પણ છે, ગાંધીના વિદેશ પ્રવાસોની રૂપરેખા બનાવવા પાછળ પ્રેરક બળ છે. રાજકારણમાં જૂના હોવા છતાં ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના સમયથી ગાંધી પરિવારની નજીકના રહેવા છતાં, રાજકીય મુદ્દાઓ પર તેમના વારંવારના ખોટા વલણે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં રાહુલ ગાંધીની છબીને ફાયદો પહોંચાડવા કરતાં ઘરેલુ મોરચે વધુ નુકસાન પહોંચાડ્યું છે.

આ સંજોગોમાં, કોંગ્રેસ પાસે ગાંધીની દક્ષિણ અમેરિકા મુલાકાતનો બચાવ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. તેમની પાસે આ યાત્રાને લોકશાહી અને વ્યૂહાત્મક ભાગીદારી બનાવવાના પ્રયાસ તરીકે રજૂ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, તેમ છતાં તેમના પ્રવાસના સમયે ફરી એક વાર દેશમાં ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેણે શાસક વહીવટી તંત્રને બિનજરૂરી રીતે ગાંધી પર પ્રહાર કરવા માટે એક અનાવશ્યક મોકો આપ્યો છે, એવા સમયે જ્યારે તેમના દ્વારા કરવામાં આવેલી શ્રેણીબદ્ધ યાત્રાઓ અને વિરોધ પ્રદર્શનો દ્વારા તેમની છબીને ફરીથી મજબૂત બનાવવામાં આવી હતી. છેલ્લે બિહાર ચૂંટણીના સંદર્ભમાં તેમના દ્વારા શરૂ કરાયેલ ‘વોટ-ચોર, ગડ્ડી ચોર’ ઝુંબેશ છે.

આનાથી તેમની ખોટી પ્રાથમિકતાઓ અંગે પણ ટીકા થઈ છે. એક જવાબદાર નેતા સામાન્ય પરિસ્થિતિઓમાં વ્યૂહરચના તૈયાર કરવા, જમીની સ્તરનાં લોકો સાથે જોડાવા અને મોટી ચૂંટણી પહેલાં પોતાના પક્ષને મજબૂત કરવા માટે પોતાનો સમય વાપરશે. જો કે, રાહુલ ગાંધીએ બીજી વિદેશ યાત્રા પર જવાનું પસંદ કર્યું છે અને શાસક વહીવટી તંત્ર આરોપ લગાવી રહ્યું છે કે, તેઓ રાજકારણને ગંભીરતાથી લેતા નથી અને તેને પાર્ટ-ટાઇમ કામ બનાવી દીધું છે.

આ સંદર્ભમાં, આરએસએસના મુખપત્ર ‘ઓર્ગેનાઇઝર’એ સંઘના દૃષ્ટિકોણથી કેટલાક પ્રશ્નો ઉઠાવ્યા છે:
1 વિદેશી જોડાણ કે રાજકીય ગેરહાજરી?
2. ગાંધી કોઈ ઔપચારિક સરકારી પદ ધરાવતા નથી; તેઓ કઈ હેસિયતથી ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે?
3. વેપાર, અર્થશાસ્ત્ર અથવા આંતરરાષ્ટ્રીય સંબંધોમાં વિશેષ કુશળતા વિનાના રાજકારણી તરીકે શું તેમની મુલાકાતો દ્વિપક્ષીય સંબંધોને અર્થપૂર્ણ રીતે પ્રભાવિત કરી શકે છે અથવા આ મુલાકાતો ફક્ત ઔપચારિક છે?

4. અને, વધુ મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, શું આ યાત્રાઓ દેશની રાજનીતિમાંથી ધ્યાન ભટકાવવા વિદેશમાં ગાંધીની વ્યક્તિગત છબીને બનાવવાનું કામ કરી શકે છે? આ પ્રશ્નો તેમની વિરુદ્ધ વિકસાવવામાં આવેલી ટૂલ-કિટનો ભાગ છે. વિપક્ષના નેતા તરીકે તેમને દ્વિપક્ષીય સંબંધોને સુધારવા માટે વિદેશી પ્રવાસો કરવાનો સંપૂર્ણ અધિકાર છે, પછી ભલે તેમની પાસે સંબંધિત ક્ષેત્રમાં કુશળતા હોય કે ન હોય. સૌથી મોટો પ્રશ્ન દક્ષિણ અમેરિકા મુલાકાતનો સમય અને અંતર્ગત ધ્યેય વિશે છે. તે નિર્ણાયક ક્ષણે થઈ રહી હોવાથી તે આત્મપ્રશંસાનો પ્રયાસ ન હોવો જોઈએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top