Business

આર્યનની ગર્લફ્રેન્ડને રાહુલેફેમસ કરી

શાહરુખ પુત્ર આર્યન ખાન એક બ્રાઝિલિયન મોડેલને ડેટ કરી રહ્યો છે તેવી ચરચાઓ છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે, જોકે તેમણે ક્યારેય જાહેરમાં તેમના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આર્યનની આ ગર્લફ્રેન્ડનું નામ છે લારિસા બોનેસી જે ઘણી બોલિવૂડ ફિલ્મો જેવી કે ‘ગો ગોવા ગોન’, ‘દેસી બોય્ઝ’ના ગીતમાં જોવા મળી હતી. લારિસા હાલમાં તો સ્ટ્રગલ કરી ઇન્ડસ્ટ્રીમાં પોતાનું નામ બનાવી રહી છે, પણ હાલમાં એવી ઘટના બની કે તે રાતોરાત ફેમસ થઇ ગઈ તે પણ ભારતની રાજનીતિને કારણે!
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સમાં હરિયાણા ચૂંટણી બાબતે એક બ્રાઝિલિયન મોડેલનો ફોટો બતાવ્યો અને દાવો કર્યો કે આ મહિલાએ અલગ અલગ મતદાન મથકો પર 22 વાર મતદાન કર્યું છે. તે બ્રાઝિલિયન મોડેલનું નામ હતું લારિસા નેરી છે, પણ ઘણા લોકોએ તેને આર્યન ખાનની ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી સમજી લીધી. આને કારણે આર્યન ખાનની કહેવાતી ગર્લફ્રેન્ડ લારિસા બોનેસી ટ્રોલ થઈ. એક વ્યક્તિએ લારિસાના ઇન્સ્ટાગ્રામ પર કોમેન્ટ કરી કે, “તમે તો ભારતમાં ફેમસ છો.” તો બીજા વ્યક્તિએ લખ્યું, “બ્રાઝિલથી આવવા અને હરિયાણામાં મતદાન કરવા બદલ આભાર.” આ કિસ્સો જોઈ એક જ વાત યાદ આવે બડે બડે દેશો મેં છોટી છોટી બાતે હોતી રહેતી હૈ લારિસા… •

Most Popular

To Top