Charchapatra

રાહુલ ગાંધીની ન્યાયયાત્રા

રાહુલ ગાંધી ફરી યાત્રાએ નીકળવાના છે. તેમની ભારતયાત્રા સફળ રહી (એવો તેમને વહેમ છે) એનાથી એમનો ઉત્સાહ વધ્યો લાગે છે. જો કે પાંચ રાજ્યોની ચૂંટણીમાં એમને કંઇ ઝાઝો લાભ મળ્યો નથી. માત્ર તેલંગણામાં કોંગ્રેસ સરકાર બનાવી શકી છે. હું માનું છું કે એમાં પણ કોંગ્રેસને એન્ટીઇન્કમ્બસી દ્વારા જીત પ્રાપ્ત થઇ છે. હવે ફરીથી રાહુલગાંધી 14 જાન્યુઆરી બાદ એમની ન્યાયયાત્રા મણીપુરથી શરૂ કરશે અને મુંબઇમાં પૂરી કરશે. 6200 કિ.મી.ની આ ન્યાયયાત્રામાં 14 રાજ્યો અને 355 બેઠકોનો વિસ્તાર આવરી લેશે. પ્રશ્ન એ છે કે આ ન્યાયયાત્રાથી 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલો ફાયદો થશે કે આ યાત્રા માત્ર એક સ્ટન્ટ જ પુરવાર થશે? કારણ કે આજે હિન્દીભાષી રાજ્યોમાં તો ભાજપ જ લોકપ્રિય છે. રાહુલ ગાંધીની આ ન્યાયયાત્રામાં હિન્દીભાષી રાજ્યો જ મુખ્યત્વે આવે છે.

આ યાત્રામાં થોડાંક લોકો જોડાશે, પણ 50-100નું ટોળું ભેગું કરવાથી યાત્રા સફળ થયેલી ન કહેવાય. પણ કેટલાં લોકો આ યાત્રાના ફલસ્વરૂપે 2024ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને વોટ આપશે? આ યાત્રામાં સમય વેડફવા કરતાં 2024ની ચૂંટણી માટેનું માળખું તૈયાર કરે. વળી જયાં સુધી રાહુલ ગાંધી એમનો અહંકારવાળો સ્વભાવ છોડશે નહિ. પક્ષના અન્ય નેતાઓ અને  કાર્યકર્તાઓ સાથે માનપૂર્વક વર્તે નહિ. કોંગ્રેસ પક્ષના સીનીયર અને અનુભવી લોકોની સલાહ સ્વીકારશે નહિ, પક્ષમાં રહેલા બુદ્ધિશાળી અને તેજસ્વી લોકોના અભિપ્રાયને મહત્ત્વ આપશે નહિ ત્યાં સુધી રાહુલ ગાંધી પક્ષનો ઉદ્ધાર કરી શકશે નહિ. ઇન્દિરાજીના સમયમાં ઇન્દિરા ઇઝ ઇન્ડિયા એવું કહેવાતું, આજે ગાંધી પરિવાર ઇઝ કોંગ્રેસ એવું લાગી રહ્યું છે.
શિકાગો – ડૉ. કિરીટ એન. ડુમસિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

 તથાકથિત ધાર્મિક માણસ
ઓશોએ કહ્યું છે – યુધિષ્ઠિર તથાકથિત ધાર્મિક માણસ છે. એણે નઠારો માણસ પણ તથાકથિત ધાર્મિક માણસથી સારો હોય છે. કારણ કે નઠારા માણસને આજે નહીં તો કાલે નઠારાઈની પીડા અને નઠારાઈનો કાંટો ભોંકવા લાગશે પણ તથાકથિત ધાર્મિક માણસને એ કાંટો પણ નથી ભોંકાતો, કારણ કે એ મળીને ચાલ્યે રહ્યો છે કે આ ધાર્મિક છે તથાકથિત ધાર્મિક લોકોની આસપાસ અધર્મ બરાબર રીતે ચાલે છે. કોઇ પીડા એનાથી નથી થતી. વાત સમાપ્ત થઇ ગઇ. બધું એ જાણે છે, જે જાણવા યોગ્ય છે યુધિષ્ઠિર આ અર્થોમાં ધર્મરાજ છે. ભૂતકાળની પરંપરાથી, રૂઢિથી જે ધર્મ મળ્યો છે એ એના પ્રતીક છે.
વિજલપોર – ડાહ્યાભાઈ પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top