વડોદરા: વર્ષ 2027માં યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે ગુજરાતમાં તૈયારી શરૂ કરી છે. આજ રોજ કોંગ્રેસના નેતા અને સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા. તેમનું વિમાન વડોદરા એરપોર્ટ પર ઉતર્યું હતું.
ત્યાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ભેગા થયા હતા અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. કેટલાક કાર્યકરો હાથમાં ધ્વજ અને બેનર સાથે આવ્યા હતા અને નારા લગાવ્યા હતા.
વડોદરા એરપોર્ટ પરથી આણંદ જવા પહેલાં રાહુલ ગાંધી થોડા સમય માટે એક કાર્યકર્તા સાથે મળ્યા અને વાતચીત પણ કરી હતી.