ભારત જોડેા યાત્રા પછી અને રાષ્ટ્ર પ્રમુખના પ્રવચન પછી રાહુલ ગાંધીની ચર્ચાના પગલે નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચેના સમીકરણ મંડાય છે. જો કે રાહુલ ગાંધી વિ. નરેન્દ્ર મોદી વચ્ચેના સમીકરણ માંડતાં પહેલાં હજી ઘણું વિચારવાનું બાકી છે.
રાજકીય પંડિતો અને વિશ્લેષણકારો હજી આગ્રહપૂર્વક કહે છે કે કોંગ્રેસનું કવચ તોડી આગળ આવેલા રાહુલ ગાંધી 2021માં ભારતીય જનતા પક્ષ માટે પણ અસ્કયામત બની રહે પણ ભારત જોડો પદયાત્રા અને સંસદમાં ચર્ચા દરમ્યાન મોદી પર અદાણી ગૃપ સાથેના તેમના સંબંધોના મામલે કરેલા ઉગ્ર પ્રહારોને એ લોકોને ફેરવિચારણા કરવા માટે પ્રેરણા આપી છે.
ગાંધીનું લક્ષ્ય મોદી હતા કે ભારતીય જનતા પક્ષ? આ સવાલ વાહિયાત લાગે પણ તેનો 2024ની સંસદીય ચૂંટણી સાથે સંબંધ છે. ગાંધીએ આ નિર્ણય પોતાની જાતે લીધો હશે?
દેખીતી રીતે આ કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની વ્યૂહરચના હતી કારણ કે રાજયસભામાં પણ તેમણે મોદીનો ઉધડો લીધો હતો. પ્રશ્ન એ થાય છે કે 2024ની ચૂંટણીમાં મોદી વિ. રાહુલનું સમીકરણ કોણ મૂકવા માંગે છે?
2014અને 2019ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષના વ્યૂહ રચનાકારોએ પ્રસાર માધ્યમો દ્વારા આક્રમણ કરી મજબૂત મોદી વિ. નબળા ગાંધીનો સફળ પ્રચાર કર્યો હતો. હવે કોંગ્રેસ સંદેશ વ્યવહારની મજબૂત વ્યૂહ રચના અપનાવી ખાસ્સા પાસા પલટયા છે અને સંસદમાં રાષ્ટ્રપ્રમુખના પ્રવચનની ચર્ચામાં જે કંઇ બન્યું તેણે વિપક્ષી એકતા માટેની ઇમારતના માળખામાં પણ ફેરફાર કરવા માંડયો છે.
પદયાત્રા અને સંસદની ચર્ચામાં રાહુલે જે પ્રહાર કર્યા તે બતાવે છે કે હવે ભારતીય જનતા પક્ષ પોતે ગાંધી વિરુધ્ધ સમીકરણ માંડવા નથી માંગતો બલ્કે ગાંધી મોદી અદાણી વચ્ચેના સંબંધોનું શસ્ત્ર ઉગામી ઊભા થવા માંડયા છે. ભારતીય જનતા પક્ષના અને મોદીના વ્યકિતગત પ્રહારોથી ઘાયલ રાહુલને લાગ્યું છે કે હવે શસ્ત્ર ઉઠાવ્યા વગર કોઇ વિકલ્પ નથી રહ્યો.
આમ છતાં આ રાજકીય દોર રાહુલ તાકી ગયો. તેમણે નિરીક્ષણ કર્યું કે મોદીએ મારા સવાલોનો સંતોષકારક જવાબ નહીં આપીને અને અદાણી પ્રકરણ પર ઢાંકપિછોડો કરવાનો પ્રયત્ન કર્યો અને યુ.પી.એ. સરકારના યુગના કૌભાંડોની ચર્ચા માંડી તે બીજું શું બતાવે છે?
સ્પર્ધાત્મક રાજકારણમાં સંસદની ચર્ચામાં પ્રભુત્વ જમાવવાનો જ એક માત્ર ઉદ્દેશ નથી હોતો. રાજકીય મંચ પર બે વરિષ્ઠ હરીફ નેતાઓ પ્રહાર કરતા હોય ત્યારે ચર્ચાનું સ્તર ઊંચું જવાની હંમેશા એક સોનેરી તક રહેતી હોય છે પણ તે વેડફાઇ ગઇ. મોદી જેવા કુશળ રાજકારણી અને વડા પ્રધાન પાસે વિપક્ષો સાથે દલીલ યુધ્ધ કરી તેમને નિ:શસ્ત્ર કરવાથી તેઓ ચીડાયા વગર આ કામ કરી શકયા હોત. તેમની પાસે મગજ ઠંડુ રાખીને પણ કેમ બાજી જીતી શકાય.તેના પોતાના પુરોગામી વડા પ્રધાન વાજપેયી અને ગુરુ અડવાણીના અનુભવગાથનું પાનું ખોલવા સીબીઆઇ પણ તેમની પાસે પોતાની 147 કળા હતી જેમણે તેમને ભૂતકાળમાં ફાયદો કરાવ્યો છે.
કેટલાક સમયે ભૂતકાળમાં સચોટ રીતે કામિયાબ નીવડેલી સંસદીય રસમ હોય છે જે તંત્રની પવિત્રતા ચોક્કસપણે નીવડે. સરકાર ચુસ્તતા જાળવે અને વિપક્ષો વધુ સ્થાન માગે એવી પરિસ્થિતિમાં અધ્યક્ષોએ લોકો ન્યાયી ગણી શકે તેવી ભૂમિકા ભજવવાની છે. ગાંધીએ ભારતીય જનતા પક્ષ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ખુદ એકલા વડા પ્રધાન પર પ્રહાર કરી હિંમતનું કામ કરી લોકોની નજરમાં ઊંચેરું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને પક્ષના જૂના જોગીઓ જ નહીં પણ વ્યાપકપણે કાર્યકરોમાં નવો સંચાર કર્યો છે.
હવે પછી સંસદની બહાર પણ મોદી વિ. રાહુલનું સમીકરણ જોઇને જ ગાંધીએ ચાલવું પડશે. રાહુલ યુધ્ધ માટે તૈયાર હોય તો પક્ષો પણ જૂથવાદને દફનાવી આખા દેશમાં યુદ્ધ માટે તૈયાર થવું પડશે. મોદી સામેનો જંગ જીતવો હશે તો રાહુલ ગાંધીએ જે જુસ્સો જગાવ્યો તે આખા પક્ષે અપનાવવો પડશે અને તે માટે ખડગેની જવાબદારી વધે છે.
રાજકીય સર્વોપરીય માટેના આ જંગમાં સ્તર અને સાવધાની નીચે નહીં જવા જોઇએ.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.