National

રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીના બચાવમાં ટ્વિટ કર્યું, કહ્યું- હાર જીત જીવનનો એક ભાગ છે પણ..

કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ (Rahul Gandhi) ભાજપના સ્મૃતિ ઈરાનીને (Smruti Irani) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે ભાજપ નેતા સ્મૃતિ ઈરાની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું છે હું દરેકને વિનંતી કરું છું કે સ્મૃતિ ઈરાનીજી અથવા અન્ય કોઈ નેતા પ્રત્યે અપમાનજનક ભાષા અને ખરાબ વર્તનનો ઉપયોગ કરવાનું ટાળો. હારજીત જીવનનો એક ભાગ છે અને તે ચાલ્યા કરે છે. તેમના આ ટ્વીટ પછી લોકોએ કહ્યું કે તેમણે દિલ જીતી લીધું.

કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલની કડક સૂચના
તમને જણાવી દઈએ કે પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સરકારી બંગલો ખાલી કરવા પર સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ ટિપ્પણી કરી છે. જે બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને સ્મૃતિ ઈરાની વિરુદ્ધ કોઈપણ પ્રકારની ટિપ્પણી ન કરવાની કડક સૂચના આપી છે. આ વખતે લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને કોંગ્રેસના ઉમેદવાર કિશોરી લાલ શર્માએ હાર આપી હતી.

કોંગ્રેસના નેતાઓના નિશાના પર સ્મૃતિ ઈરાની
બીજેપી નેતા સ્મૃતિ ઈરાનીએ 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધીને અમેઠીથી હરાવ્યા હતા, ત્યાર બાદ તેઓ સતત કોંગ્રેસના નિશાના પર છે. હવે જ્યારે 2014ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીને હારનો સામનો કરવો પડ્યો ત્યારે કોંગ્રેસના નેતાઓએ તેમને અહંકારી અને ઘણું બધું કહ્યું હતું. યુપી કોંગ્રેસ કમિટીના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે ચૂંટણી દરમિયાન ઈરાનીને માનસિક રીતે અસ્વસ્થ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે સ્મૃતિ ઈરાનીજીની માનસિક તબિયત સારી નથી દેખાતી, હું મોદીજીને અપીલ કરીશ કે તેમની માનસિક સારવાર વહેલી તકે કરાવવામાં આવે.

Most Popular

To Top