National

‘રાહુલ ગાંધી બેચલર છે, લગ્ન અને રિલેશનશિપ વિશે જ્ઞાન ન આપો’, બીજેડી નેતાનું મોટું નિવેદન

નવી દિલ્હી: ઓડિશાના (Odisha) સીએમ નવીન પટનાયકના નજીકના સહયોગી અને બીજેડી જનતા દળના (BJD Janata Dal) નેતા વીકે પાંડિયને લોકસભા (Lok Sabha elections) અને વિધાનસભા ચૂંટણી (Assembly elections) 2024 સંબંધિત વિવિધ પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

પ્રશ્નોના જવાબ આપતા સમયે બીજેડી નેતા વીકે પાંડિયનએ જણાવ્યુ હતું કે બીજેડી ઓડિશામાં વિધાનસભા ચૂંટણીમાં ક્લીન સ્વીપ કરશે, તેમજ પાંડિયને એમ પણ કહ્યું છે કે બીજેડીને ઓડિશામાં વધુ લોકસભા બેઠકો મળશે. પોતાના નિવેદનમાં પાંડિયને લગ્ન શબ્દ પર રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું અને મોટું નિવેદન આપી દીધુ હતું. તેમણે રાહુલ ગાંધીને લગ્ન અને રિલેશનશિપ વિશે સલાહ ન આપવાની અપીલ કરી દીધી હતી.

શું પાંડિયન નવીનના વારસદાર બનશે?
જ્યારે વીકે પાંડિયનને સવાલ કરાયો કે શું તેઓ નવીન પટનાયકના રાજકીય વારસદાર બનશે? ત્યારે પાંડિયને કહ્યું કે તેઓ નવીન પટનાયકના મૂલ્યો જેવા કે ઈમાનદારી, તેમની પ્રતિબદ્ધતા, તેમની સખત મહેનત, ઓડિશાના લોકોને સશક્ત બનાવવા અંગેની તેમની સર્વગ્રાહી વિચારસરણીનો વારસો મેળવશે. પાંડિયને કહ્યું કે તેઓ નવીન પટનાયક માટે કામ કરે છે અને તેઓ જે કામ કરે છે તે તેમની ઓળખ છે.

રાહુલે લગ્ન અંગે જ્ઞાન ન આપવું જોઈએ – પાંડિયન
ઓડિશામાં ભાજપ અને બીજેડી વચ્ચે ફિક્સ મેચ હોવાના રાહુલ ગાંધીના આરોપોનો પણ પાંડિયને જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ખાસ કરીને લગ્ન શબ્દનો ઉપયોગ કર્યો છે. પાંડિયને કહ્યું કે રાહુલ ગાંધી પોતે બેચેલર છે, તેથી તેમણે લગ્ન કે સંબંધો અંગે જાણકારી ન આપવી જોઈએ. પાંડિયને કહ્યું કે સીએમનું માનવું છે કે શિષ્ટાચારને પાર ન કરવી જોઈએ. એનો અર્થ એ નથી કે તેઓ કોઈને સમર્થન આપી રહ્યા છે.

કોંગ્રેસ ખૂબ જ દુઃખદ સ્થિતિમાં છે – પાંડિયન
વીકે પાંડિયને કહ્યું હતું કે ઓડિશામાં કોંગ્રેસ પાર્ટી ખૂબ જ દુઃખદ સ્થિતિમાં છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો અને રેકોર્ડના હવાલે કહ્યું હતું કે ભાજપ અને કોંગ્રેસ સંબલપુર અને ભુવનેશ્વરમાં ફિક્સિંગ કરી રહ્યા છે. પાંડિયને કહ્યું કે નવીન પટનાયકના નેતૃત્વમાં બીજેડી વિધાનસભા ચૂંટણી જીતવા જઈ રહી છે અને અમને લોકસભામાં વધુ સીટો મળશે.

Most Popular

To Top