લોકસભાના વિપક્ષી નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ખગરિયા પહોંચ્યા છે. અગાઉ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે બેગુસરાયમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. રેલી પછી તેઓ VIP વડા મુકેશ સાહની સાથે 3 કિમી દૂર એક તળાવમાં ગયા. તેઓ માછીમારોને જાળીથી માછલી પકડવામાં જોડાયા હતા. તેઓ હોડીમાં ચઢ્યા અને તળાવમાં કૂદી પડ્યા હતા.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બિહારના બેગુસરાયમાં એક ચૂંટણી રેલી દરમિયાન ફરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે તેમના અગાઉના નિવેદનને પુનરાવર્તિત કરતા કહ્યું, “મોદી તમને ચૂંટણી માટે નાચીને પણ દેખાડશે.” રાહુલ ગાંધીએ પીએમ મોદીની 56 ઇંચની છાતી અંગે પણ કટાક્ષ કર્યો. કોંગ્રેસના નેતાએ કહ્યું, “બ્રિટિશ યુગમાં ભારતીયો પાસે આટલી મોટી છાતી નહોતી, છતાં અમે તેમની સામે લડ્યા અને જીત્યા પરંતુ કેટલાક લોકો પાસે 56 ઇંચની છાતી હોય છે છતાં તેઓ અમેરિકા સામે નમન કરે છે.”
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું, “બિહારમાં અમારું મહાગઠબંધન સત્તામાં આવશે અને અમે તમને શ્રેષ્ઠ શિક્ષણ પૂરું પાડીશું. હું તમને વ્યક્તિગત રીતે ગેરંટી આપું છું કે જે દિવસે ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે ત્યારે અમે નાલંદા યુનિવર્સિટી જેવી સારી યુનિવર્સિટી ખોલીશું. અમે એક યુનિવર્સિટી ખોલીશું જ્યાં વિશ્વભરના વિદ્યાર્થીઓ આવીને પ્રવેશ મેળવશે.”
56 ઇંચ છાતી વાળા મોદી ડરપોક છે
જાહેર રેલીને સંબોધતા રાહુલે પીએમ મોદી પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, “56 ઇંચની છાતીવાળો માણસ કાયર છે. ગાંધીજી પાસે મોટી છાતી નહોતી પરંતુ તે કોઈથી ડરતા નહોતા. ઇન્દિરા પણ કોઈથી ડરતા નહોતા.” તેમણે કહ્યું કે મોદી કાયર છે. ઇન્દિરા પાસે આ માણસ કરતાં વધુ તાકાત હતી. મોદી ટ્રમ્પથી ડરે છે. અમેરિકન રાષ્ટ્રપતિએ તેમના વિશે 50 વાર વાત કરી છે કે મેં નરેન્દ્ર મોદીને ડરાવીને ઓપરેશન સિંદૂર બંધ કરાવ્યું.
રાહુલે કહ્યું, “મોદીજીને કહો કે 3-4 યોગ આસનો કરે અને અમે તમને જીતાડી દઈશું. તો તે કરવાનું શરૂ કરશે. આજે તેમને નાચવાનું કહો અને અમે તમને જીતાડી દઈશું અને તે નાચવાનું શરૂ કરશે. ચૂંટણી પછી અદાણી અને અંબાણી તેમની પાસે જે માંગશે તે આપશે.” રાહુલે કહ્યું, “મોદી ફક્ત અમેરિકન રાષ્ટ્રપતિથી ડરતા નથી પણ અદાણી અને અંબાણી પણ તેમને નિયંત્રિત કરે છે. મોદી ચૂંટણીના દિવસ સુધી તમે જે કહેશો તે કરશે. ચૂંટણી પછી તે ન તો આવશે અને ન તો કંઈ કરશે.