નવી દિલ્હી: (New Delhi) કોંગ્રેસના (Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સવારે પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓ સાથે ‘ભારત જોડો યાત્રા’ (Bharat Jodo Yatra) શરૂ કરી. કોંગ્રેસ પાર્ટી આ યાત્રા (ભારત જોડો યાત્રા)ને એક વિશાળ જનસંપર્ક અભિયાન તરીકે વર્ણવી રહી છે. કોંગ્રેસ આ યાત્રા થકી સંગઠનમાં પ્રાણ પૂરવાની આશા રાખી રહી છે. આપને જણાવી દઈએ કે કોંગ્રેસે રાહુલ ગાંધી સહિત 119 નેતાઓને “ભારત યાત્રી” તરીકે ઓળખાવ્યા છે. પદયાત્રા કરતી વખતે કન્યાકુમારીથી કાશ્મીર કોણ જશે નામ નક્કી છે અને આ લોકો કુલ 3570 કિમીનો પ્રવાસ કરશે. જોકે યાત્રા શરૂ થતાંની સાથે જ રાહુલ ગાંધીના (Rahul Gandhi) શૂઝ ચર્ચાનો વિષય બન્યા છે.
- ભારત જોડો યાત્રા પર નિકળેલા રાહુલ ગાંધીના શૂઝ બન્યા ચર્ચાનો વિષય
- લોકોને એ જાણવામાં રસ છે કે રાહુલ ગાંધી કયા જૂતા પહેરે છે અને આ જૂતાની આખરે કિંમત શું છે?
- સોશિયલ મીડિયા પર યુઝર્સ રાહુલ ગાંધીના જૂતાની કિંમત 14 થી 15 હજાર રૂપિયાની વચ્ચે જણાવી રહ્યા છે
- પદયાત્રામાં રાહુલ ગાંધી જે જૂતા પહેરીને જોવા મળે છે તે એસિક્સ સ્નીકર (ASICS Sneaker) બ્રાન્ડના શૂઝ છે
ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી લાંબી પદયાત્રા પર નીકળ્યા છે. આ દરમિયાન સૌનું ધ્યાન તેમના પર છે. ખાસ કરીને તેમના જૂતાએ આકર્ષણ જમાવ્યું છે. લોકોને એ જાણવામાં રસ છે કે રાહુલ ગાંધી કયા જૂતા પહેરે છે અને આ જૂતાની આખરે કિંમત શું છે? મીડિયા રિપોર્ટ્સ અનુસાર પદયાત્રામાં રાહુલ ગાંધી જે જૂતા પહેરીને જોવા મળે છે તે એસિક્સ સ્નીકર (ASICS Sneaker) બ્રાન્ડના શૂઝ છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ બ્રાન્ડ છે જેણે 2019માં ટાઈગર શ્રોફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની જાહેરાત કરી હતી. આ એક જાપાની કંપની છે.
જાણી લો શૂઝની કીંમત
રાહુલ ગાંધીના ASICS સ્નીકરની કિંમત કેટલી છે? આ અંગે સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ચર્ચા ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોશિયલ મીડિયા પર યુઝર્સ રાહુલ ગાંધીના જૂતાની કિંમત 14 થી 15 હજાર રૂપિયાની વચ્ચે જણાવી રહ્યા છે. જોકે ઘણા લોકો તેનાથી પણ ઓછી કીંમત જણાવી રહ્યા છે. જો કે એવું નથી કે આ કંપની સસ્તા શૂઝ બનાવતી જ નથી. આ એથ્લેટ શૂઝ મેકર કંપની બજેટ ફ્રેન્ડલી શૂઝ પણ બનાવે છે. જણાવી દઈએ કે Asics ફૂટવેર બ્રાન્ડની સ્થાપના 1949માં જાપાનમાં થઈ હતી. આ કંપની વિશ્વના ઘણા દેશોમાં તેના જૂતા વેચે છે. આ કંપનીનો પાયો કિહાચિરો ઓનિત્સુકા નામના વ્યક્તિએ નાખ્યો હતો.
રાહુલ ગાંધી આ પહેલા પણ આ બ્રાન્ડના જૂતા પહેરતા જોવા મળ્યા છે
આ પદયાત્રા પહેલા પણ રાહુલ ગાંધી અનેક પ્રસંગોએ આ બ્રાન્ડના જૂતા પહેરતા જોવા મળ્યા છે. આ પહેલા રાહુલ ગાંધી લોકડાઉનમાં પગપાળા જઈ રહેલા મજૂરોને મળવા પહોંચ્યા હતા. તે સમયે તેમણે Asics બ્રાન્ડના શૂઝ પહેર્યા હતા. જેનો ફોટો તેમણે પોસ્ટ કર્યો અને બાદમાં બીજેપીના એક નેતાએ તેમને જૂતાની કિંમત અંગે સવાલ કર્યો હતો. આ દરમિયાન તેમના શૂઝનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.