રાહુલ ગાંધીના મોંઢા પર ઝંડો ફેંકાયો, સ્વાગત કરવા ઉભેલા યુવાનની હરકતથી નેતા સ્તબ્ધ

પંજાબ: (Punjab) હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ તરફ જતી વખતે આજે સવારે રાહુલ ગાંધીના (Rahul Gandhi) મોંઢા પર એક યુવકે કોંગ્રેસ (Congress) પાર્ટીનો ઝંડો (Flag) ફેંક્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. આ ઝંડો રાહુલ ગાંધીના મોંઢા પર સીધો જઈ વાગ્યો હતો, જેના લીધે રાહુલ ગાંધીને ઈજા પણ થઈ હતી. કારને સુનીલ જાખડ ચલાવી રહ્યાં હતાં અને કારની પાછલી સીટ પર પંજાબના મુખ્યમંત્રી (Punjab CM) ચરણજીત સિંહ ચન્ની (Charanjeet sinh channi) તેમજ પક્ષ પ્રમુખ નવજોત સિંહ સિદ્ધુ (Navjot sinh sidhdhu) બેઠા હતા. ઘટના બનતા જ સુનીલ જાખડે કારને લુધિયાણા તરફ વાળી દીધી હતી અને પોલીસે યુવકની પૂછપરછ શરૂ કરી હતી.

ઘટનાની મળતી વિગત અનુસાર કોંગ્રેસના સાથી પક્ષ NSUIના ગ્રુપમાંથી એક યુવકે કોંગ્રેસ પાર્ટીનો ઝંડો રાહુલ ગાંધી તરફ ફેંક્યો હતો. કાર્યકર્તાઓ સ્વાગત માટે ઉભા હોય રાહુલ ગાંધીએ કારનો કાચ નીચો રાખ્યો હતો, જેના લીધે ઝંડો સીધો તેમના મોંઢા પર જઈ વાગ્યો હતો.

યુવકે ભૂલ સ્વીકારી
એરફોર્સ સ્ટેશન હલવારાથી લુધિયાણા તરફ હયાત રિજન્સી હોટલ જતા રાહુલ ગાંધી સાથે આ ઘટના બની હતી. ઝંડો ફેંકનાર યુવક NSUIના કાર્યકર્તા નદીમ ખાન છે. પોલીસે નદીમ ખાનની પૂછપરછ કરી છે. નદીમે પોલીસને જણાવ્યું કે તે રાહુલ ગાંધીની રેલીમાં જઈ રહ્યાં હતાં અને રાહુલ ગાંધીને કોંગ્રેસનો ઝંડો આપવાના પ્રયાસમાં ભૂલ થઈ ગઈ છે. ભીડના લીધે તે રાહુલ ગાંધીની નજીક જઈ શકતો નહીં હોય ફેંકીને ઝંડો તેમના સુધી પહોંચાડવા માંગતો હતો, તેથી ભૂલ થઈ ગઈ.

નદીમ ખાન જમ્મુ-કાશ્મીરનો વતની છે
રાહુલ ગાંધી પર ઝંડો ફેંકનાર NSUIનો કાર્યકર્તા જમ્મુ-કાશ્મીરમાં રહે છે. તે ભેંટ સ્વરૂપે રાહુલ ગાંધીને ઝંડો આપવા માંગતો હતો. તેમને ફૂલ પણ આપવા માંગતો હતો. ઝંડો આપવાના પ્રયાસમાં ભૂલ થઈ ગઈ. ડીએસપી દાખા જતિંદરજીત સિંહે કહ્યું કે, નદીમની પૂછપરછ કરી તેને છોડી દેવાયો છે. કોઈ ફરિયાદ કરાઈ નથી. ભાવૂક થઈને તેનાથી આ ભૂલ થઈ છે.

Most Popular

To Top