Charchapatra

રેગિંગ અટકવું જોઇએ

થોડા સમય પર જ રાજકોટની એઇમ્સ હોસ્પિટલમાં એક વિદ્યાર્થિનીએ તેના સિનિયર્સ દ્વારા તેનું રેગિંગ થયું હોવાની લેખિત ફરિયાદ ત્યાંના ડીનને નોંધાવી હતી. રેગિંગ એટલે ખીજવવું, પજવવું… યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા એન્ટી રેગિંગ એટલેકે કોલેજ / યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની પજવણી ન થાય એ માટે જાતજાતના નિયમો અને ગાઇડલાઇન્સ તૈયાર કરવામાં આવ્યા હોવા છતાં કેટલીક સંસ્થાઓમાં અને કેટલાક વિદ્યાર્થીઓ (?) દ્વારા હજી પણ આ પ્રકારની રેગિંગની ઘટનાઓ બનતી જ રહે છે.

આવી ઘટનાઓ વિચારણીય છે અને ચિંતનીય છે. અત્યંત દુ:ખની વાત તો એ છે કે જેઓ ભવિષ્યના ડોકટર્સ છે, જેમણે સમાજના લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે, અને જેમને લોકો ભગવાનની કક્ષાએ મૂકે છે એવા મેડિકલના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા આવે રેગિંગની ઘટના બને છે! જેઓ આ પ્રકારની મનોવૃત્તિ ધરાવે છે એવા કેટલાક લોકો ડોકટર્સ બન્યા પછી નિર્દોષ લોકોઅ ને સમાજનું રેગિંગજ કરશે કે પછી બીજું કંઇ? યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન અને અન્ય સત્તા મંડળો દ્વારા જેટલી કાળજી એન્ટી રેગિંગના નિયમો બનાવવામાં રાખવામાં આવે છે એટલી જ કાળજી એના અમલીકરણમાં પણ રખાય એવી સહજ અપેક્ષા રહે છે.
નવસારી   – ઇન્તેખાબ અનસારી- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top