સુરત : છેલ્લા કેટલાક દિવસોથી બાજુની દુકાનમાં કામ કરું છું તેમ જણાવીને છુટાની માંગણી કરીને વીસ હજારથી એક લાખ રૂપિયાની ઠગાઇ (Cheating) કરતા ઇસમને રાંદેર પોલીસે આખરે ડિટેક્ટ કરી લેતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી. આ ઈસમ તે બીજો કોઈ નહીં પરંતુ ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર ચાલતી જાણીતી ધાર્મિક સિરિયલ રાધાકૃષ્ણમાં (RadhaKrishna) કંસ અને ભીમના (Bhim) રોલમાં ડબલનું કામ કરતો સુરતનો (Surat) કલાકાર (Actor) અહેમદ રઝા ઉર્ફે અયાઝ ઝોલ નીકળ્યો હતો.
- 26 વર્ષનો અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલી રીઢો ગુનેગાર બની ગયો
- સેવન સ્ટાર હોટલમાં જ રહેવું , નાઇટ કલબની લાઇફ જીવવા માટે સુરતમાં રોજ એક દુકાનને અહમદ ટાર્ગેટ કરતો હતો
- અહમદ રઝાની બોલવાની છટા અને અદભૂત વાકશૈલીથી પોલીસ પણ માથુ ખંજવાળતી થઇ ગઇ
- સુરતમાં છેલ્લા છ મહિનામાં પચાસ કરતા વધારે ગુના અહમદે કર્યા હોવાની પોલીસને શંકા
રાંદેર પીઆઇ એ.એસ.સોનારાએ જણાવ્યું હતું કે, અહેમદ રઝા ઉર્ફે અયાન ઝોલ યકીન તૈલી સામે અગાઉ સુરત ઉપરાંત ભરૂચ, હાંસોટ, અંકલેશ્વરમાં 30 કરતા વધારે ગુના નોંધાયેલા છે. વરિયાળી બજાર, હોડી બંગલા સ્થિત મીમ પ્લાઝાના ફલેટ નંબર સી-403માં રહેતો 26 વર્ષનો અયાન ઝોલ હાલ વેસુ ફાયરબ્રિગેડ સ્થિત સુમન આવાસમાં બી-708 નંબરના ફલેટમાં રહે છે. અયાઝને પકડનાર પોલીસ પણ તેની એકટિંગ તથા લોકો સાથે બોલવાની છટા જોઈને દંગ રહી ગઇ છે.
અયાઝ રઝાની રોજના એક લાખ રૂપિયા પડાવવાની આ છે તરકીબ
અયાન રઝાએ શહેરના મોટા ભાગના જવેલર્સોને ટાર્ગેટ કર્યા છે. તેમાં તે જે તે માલિકો અને તેને ત્યાં કામ કરતા દુકાનદારો અને તેના સ્ટાફની સંપૂર્ણ વિગત મેળવી લેતો હતો.ત્યારબાદ જે જગ્યાએ ચોરી કરવાની હોય તેની આજુબાજુની દુકાનની પણ વિગતો પણ મેળવી લેતો હતો.
આ ઉપરાંત તેનો ટાર્ગેટ રોજનો વીસ હજારથી એક લાખ રૂપિયા પડાવવાનો રહેતો હતો. દુકાન માલિક નહી પરંતુ તેના સ્ટાફને ટાર્ગેટ કરતો હતો. તેની બોલવાની છટા એટલી અદભૂત છે કે તે જે તે દુકાનના માલિક કે સ્ટાફને ત્વરીત દોસ્તી કરી ભરમાવી લેતો હતો. જે તે દુકાનના કામ કરતા કર્ચમારી સાથે તે ગણતરીના કલાકોમાં ગાઢ સબંધ બાંધી લેતો હતો. ત્યારબાદ તે એક લાખથી વીસ હજાર જેટલી રકમનું નોટનું બંડલ હમણાં આપું છું કહીને છેતરી જતો હતો.
છેલ્લા છ મહિનામાં અયાને 50 કરતા વધારે ગુના કર્યા હોવાની પોલીસને શંકા
પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે છેલ્લા છ મહિનામાં પચાસ કરતા વધારે ગુના અયાને કર્યા છે. તે પોતે આ કબૂલાત કરી રહ્યો છે. તેમાં શહેરના ટોચના જવેલર્સો તેના ટાર્ગેટમાં આવ્યા છે. આ ઉપરાંત મોટા કાપડના શો રૂમોમાં પણ તેણે હાથ માર્યો છે.
અયાન એકટિંગની દુનિયાથી ચકાચૌંધ હતો, કલાકારો જેવી લાઈફ સ્ટાઈલથી રહેવા રીઢો ગુનેગાર બની ગયો
પીઆઇ અતુલ સોનારાએ જણાવ્યું હતું કે અયાનઝોલને રાધા કૃષ્ણ સિરિયલમાં ભીમ અને કંસના બોડી ડબલમાં રોલ કરતો હતો. તે મૂળ એકટરોની ગેરહાજરીમાં આ રોલ ભજવતો હતો. આ દુનિયાથી તે એટલો ચકાચૌંધ થઇ ગયો હતો કે ત્યારબાદ સેવન સ્ટાર હોટલમાં રહેવા લાગ્યો હતો.
આ ઉપરાંત મુંબઇની જાણીતી નાઇટ કલબોમાં રોજ જતો હતો. આ માટે તે સુરતમાં જે તે રકમની ચોરી કરતો હતો, તે તમામ નાણાં તેની લકઝરી લાઇફ સ્ટાઇલ પાછળ ખર્ચ થતા હતા. આ ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાના શોટ મૂકતો હતો. તેમાં પણ તેને સારી એવી લોકપ્રિયતા મળી હતી. અલબત ફિલ્મી શોખ પૂરા કરવા માટે તેણે આ ચોરી ચપાટી શરૂ કરી હોવાની કબૂલાત કરી છે. આ ઉપરાંત પોતે નશાનો બંધાણી તથા ડ્રગ્સના રવાડે પણ ચઢયો હોવાની વિગત તેણે જણાવી હતી.
અયાઝ પર સુરત ઉપરાંત અંકલેશ્વર અને હાંસોટમાં છેતરપિંડીના કેસ
અયાન પર હાંસોટ અને અંકલેશ્વર ઉપરાંત સુરતમાં વીસ કરતા વધારે કેસો છે. કુલ છેતરપિંડીના 30 કરતા વધારે કેસો અયાન પર દાખલ થયેલા છે. આવતા દિવસોમાં અયાન સામે સંખ્યાબંધ ગુના દાખલ થવાની વાત પીઆઇ અતુલ સોનારાએ કરી હતી.
લાખ રૂપિયા રોજનુ કામ કરતો હતો. લેવીશ લાઇફ જીવવાની , મર્સીડીઝ, સેવન સ્ટાર હોટલમાંજ રહેવાનુ , જવેલર્સ અસોયેશનની દુકાનો , મની હાંસોટ, અંકલેશ્વર, ભરૂચ, લાખ રૂપિયા લઇ લેતો હતો.