Comments

આર. અશ્વિન શા માટે બોલને બદલે બેટ પકડેલું કવર પેજ ઇચ્છતો હતો?

જ્યારે મેં આર. અશ્વિનના ક્રિકેટિંગ સંસ્મરણનું કવર જોયું ત્યારે હું એ હકીકતથી આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે તેમાં લેખક સફેદ કપડાંમાં બેઠેલો હતો. તેના હાથ બેટના હેન્ડલની આસપાસ આશાથી બંધાયેલા હતા. એવું લાગતું હતું કે તે વિકેટ પડવાની રાહ જોઈ રહ્યો હતો અને ડ્રેસિંગ રૂમમાંથી મેદાનમાં જવા માટે ઉદ્દેશપૂર્ણ રીતે આગળ વધી રહ્યો હતો.   હવે મને સમજાયું કે અશ્વિન બેટિંગ કરી શકે છે. તેમનાં સંસ્મરણો પ્રકાશિત થયાં તેના ઘણા સમય પહેલાં તે સામાન્ય જ્ઞાન હતું કે સ્કૂલબોય ક્રિકેટમાં તે વિકેટ લેવા કરતાં રન બનાવવાની ક્ષમતા માટે વધુ જાણીતો હતો.

મેં ખુદ અશ્વિનને વધુ રમતાં જોયો નથી-હું મોટા ભાગે ટેસ્ટ ક્રિકેટ જોઉં છું અને કેટલાંક કારણોસર આજકાલ બેંગ્લોરમાં ટેસ્ટ મેચો રમાતી નથી. આમ છતાં તેને ટેલિવિઝન પર હાથમાં બેટ પકડેલો જોયાની યાદો તાજી છે. હું મારા મનની આંખોથી તેને એક ઝડપી બોલરની સામે ઊભા રહીને અને બોલને શાનદાર રીતે બેક પોઇન્ટથી  પાર પહોંચાડતાં જોઈ શકું છું અને હું તેને સ્પિનરની પાસે ટ્રેક પરથી ઝડપથી કૂદતાં અને બોલરના માથાની ઉપરથી બોલને સાઇટસ્ક્રીન ઉછાળતાં જોઈ શકું છે.

 ટેસ્ટ ક્રિકેટમાં અશ્વિન દ્વારા રમાયેલી બે સૌથી વધુ મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સમાં આ બેમાંથી કોઈ પણ શોટ વધુ મહત્ત્વનો નથી. આ સળંગ મહિનાઓ જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં અલગ-અલગ મેદાનો પર અને અલગ-અલગ વિરોધીઓ સામે રમ્યો. આમાંની પ્રથમમાં મેં અશ્વિન, હનુમા વિહારી સાથે મળીને સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર એક શત્રુતાપૂર્ણ ઓસ્ટ્રેલિયન હુમલાને નિષ્ફળ બનાવતાં ચાલીસ ઓવર સુધી એકસાથે રહ્યા અને ટીમને એક ઐતિહાસિક ડ્રો સુધી પહોંચાડી હતી. તે દાવમાં અશ્વિન કાં તો ફ્રન્ટ ફૂટ પર મજબૂતીથી બચાવ કરતો જોવા મળ્યો હતો અથવા બેક ફૂટ પર કૌશલથી બચતો જોવા મળ્યો હતો. ઓવરો વચ્ચે ભારતના સન્માનના આ બે ડિફેન્ડર્સ વચ્ચે લાંબી વાતો થઈ હતી, જે પાછળથી તમિલમાં થઈ હોવાનું બહાર આવ્યું હતું.

મારા દિમાગમાં જે બીજી ઇનિંગ છે તે અશ્વિને ઘરેલું મેદાન પર ઇંગ્લેન્ડ સામે રમી હતી. ભારતે પ્રથમ દાવમાં આરામદાયક લીડ મેળવી હતી. આમ છતાં  બીજી ઈનિંગમાં 106 રન પર 6 વિકેટે ડગમગી ગઈ હતી. આવું ત્યારે થયું જ્યારે અશ્વિન આવ્યો અને કોહલી, કુલદીપ, ઈશાંત અને સિરાજ સાથે ભાગીદારીમાં ભારતને કુલ 286 સુધી પહોંચાડ્યું હતું. જ્યાંથી તેઓને સરળતાથી જીત મળી. અશ્વિને ખુદ સદી ફટકારી, જેમાં મને ઓફ-સાઇડ પર કોઈ બેકફૂટ ફોર્સ યાદ નથી. માત્ર થોડાક રક્ષણાત્મક પ્રોડ્સ અને વિચિત્ર લોફ્ટેડ શોટ હતા, પરંતુ સ્ક્વેરની પાછળ અને સામે ઘણા બધા અદ્ભુત સ્વીપ હતા. આ વખતે અને તે ચેપોક હોવા છતાં ચોક્કસપણે ઓવરો વચ્ચે કોઈ તમિલ બોલવામાં આવી ન હતી.

  હું જાણું છું કે અશ્વિન બેટિંગ કરી શકે છે અને જે લોકો તેનું પુસ્તક ખરીદશે તેઓ પણ તે જાણે છે. એટલું જ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અશ્વિનને બોલ સાથેના તેના કૌશલ માટે વધુ યાદ કરવામાં આવશે. પાંચસોથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર એ વ્યક્તિ જેણે અનિલ કુંબલે સિવાય કોઈ અન્યની તુલનામાં ભારત માટે વધુ ટેસ્ટ મેચો જીતી છે.  તે શા માટે તેની આત્મકથા પ્રકાશિત કરશે અને તેને કવર પર બેટ પકડેલી મુદ્રામાં પ્રકાશિત કરશે અને પ્રચારિત કરશે? હું અશ્વિનને ક્યારેય મળ્યો નથી, પરંતુ મેં તેના વિશે જે વાંચ્યું છે અને સાંભળ્યું છે તેના પરથી તે મક્કમ અને વિચારશીલ વ્યક્તિ છે. આ રીતે તે એકદમ ચોક્કસ છે કે, આ તસવીર પ્રકાશક અથવા લેખકના લેખન-સહયોગી સિદ્ધાર્થ મોંગિયા દ્વારા નહીં, પરંતુ અશ્વિને ખુદ પસંદ કરી હતી. તો પછી શા માટે તે બોલને બદલે બેટ પકડેલું કવર ઇચ્છતો હતો?

  હું આ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી શકતો નથી. (જો કે, સમય જતાં કદાચ અશ્વિન આપી શકે છે.) જો કે, હું અનુમાન કરી શકું છું. શું તે તસવીરમાં કોડ સંદેશ હતો અથવા કદાચ ઘણા? શું અશ્વિન આપણું ધ્યાન એ ક્રૂર હકીકત તરફ દોરવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે વિશ્વ (અને કદાચ ખાસ કરીને ભારતીય) ક્રિકેટની પુરસ્કાર પ્રણાલીમાં બોલરોની તુલનામાં તે બેટ્સમેનને વધુ પૈસા, વધુ ખ્યાતિ, વધુ ચાહકો, વધુ જાહેરાતો, વધુ ટી.વી. જાહેરાતો, વધુ પ્લેયર્સ ઓફ ધ મેચ અને પ્લેયર્સ ઓફ ધ સિરીઝ એવોર્ડ, સેલ્ફી અને ઓટોગ્રાફ માટે વધુ વિનંતીઓ મળે છે?

મહાન જીવંત ક્રિકેટ લેખકે એક વાર એક ક્રિકેટ ફોટોગ્રાફ વિશે આખું પુસ્તક લખ્યું હતું. તે એક અદ્ભુત પુસ્તક છે, જેના વિશે મેં ઘણાં વર્ષો પહેલાં આ કૉલમમાં પ્રશંસાપૂર્વક લખ્યું હતું (જુઓ https://www.telegraphindia.com/opinion/word-and-stroke/cid/1446640). પરંતુ મારું નામ ગિડીઓન હેગ ન હોવાથી હું ક્લિચ પર અટકી ગયો છું અને ફોટો પર એક હજાર શબ્દો કરતાં વધુ લખી નાખ્યા. અત્યાર સુધી તમે જે કંઈ વાંચ્યું છે તે મેં અશ્વિનનાં સંસ્મરણો વાંચ્યાં એ પહેલાં લખેલું હતું. હું પુષ્ટિ કરી શકું છું કે, ઓછામાં ઓછું એક અંશ મારા વિશ્લેષણની પુષ્ટિ કરે છે કે પુસ્તકનું કવર શા માટે આવું છે.

અંશ શરૂ થાય છે: ‘આખરે તે [બોલરથી બેટર બન્યા અને પછી કોચ બન્યા ડબલ્યુ. વી.] રમન સાથે બીજી વાતચીત બની જાય છે. હું તેને કહું છું કે હું પ્રામાણિકપણે શું અનુભવું છું. બોલરોને બેટ્સમેન તેમની ઇચ્છા મુજબ બ્લુ- કોલર વર્કર તરીકે ઉપયોગ કરે છે. શા માટે બોલર ખરાબ બોલ ફેંકે તો નેટ્સમાં બેટરની માફી માંગે  છે, પણ બેટર ખરાબ શોટ રમે તો બેટર માફી માંગતો નથી.’
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top