Business

આર. માધવન કોસ્મેટીક ફાધર નથી

આર. માધવન કે જે હાલમાં , ધુરંધર: ધ રિવેન્જની સફળતા એન્જોય કરી રહ્યો છે. તે પોતાની બાળઉછેરની રીત શેર કરે છે. મોડર્ન ટાઈમમાં જે પધ્ધતિ છે તેના કરતાં તદ્દન અલગ રીત આર. માધવન અનુસરે છે. તે જણાવે છે કે બાળકો સાથે સમય પસાર કરવાના કોન્સેપ્ટમાં તે વિશ્વાસ રાખતો નથી. આ પધ્ધતિ પાશ્ચત્યની છે. બાળકો સાથે ‘ક્વોલીટી ટાઈમ’ સ્પેન્ડ કરવાનો કોન્સેપ્ટ આપણી સંસ્કૃતિમાં નથી અને તે એ રીતે બાળઉછેર કરવામાં માનતો નથી . તેના બદલે તે માર્ગદર્શન આપવામાં , મુલ્યો સ્થાપિત કરવામાં અને વિશ્વાસના આશરે બાળઉછેર કરવામાં માને છે. આ એક્ટર શેર કરે છે કે તે ‘કોસ્મેટીક ફાધર’ બનતો નથી કે જે ઉપરછલ્લી રીતે બાળકની લાઈફમાં દરેક જગ્યાએ જોવા મળે છે.

આર. માધવનનું માનવું છે કે બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માટે ક્યાં તો પુરતો સમય હોય છે અથવા પુરતો સમય ક્યારેય નથી હોતો અને વળી, બાળઉછેર કરવા માટે તમારે તેની સાથે ‘ક્વોલીટી ટાઈમ’ સ્પેન્ડ કરવાની જરૂર નથી. આ એક્ટર કહે છે કે એક વાર તેના દીકરાએ ફરિયાદ કરી હતી જ્યારે તે ૬ વર્ષનો હતો ત્યારે કે, તે તેની સાથે ‘ક્વોલીટી ટાઈમ’ પસાર કરતો નથી.ત્યારે તેણે જે કહ્યું તે યાદ કરતાં માધવન કહે છે કે પેલા મારા પિતા બેઠાં છે તેમને જો. તેમણે પણ મારી સાથે ક્યારેય પુરતો સમય પસાર કર્યો નથી ….પરંતુ મને જ્યારે પણ તેમની જરૂર પડે છે ત્યારે તેઓ મારી પડખે ઊભા રહે છે. તેઓ મને આત્મબળ આપે છે. દાર્શનિક રીતે તે વ્યક્તિ મને જ્યારે પણ જરૂર પડે છે ત્યારે સપોર્ટ માટે હાજર હોય જ છે. હું જે કરવા માંગતો હતો તેના માટે તેમણે મને પૈસા પુરા પડ્યા અને મારામાં ગુણોનું સિંચન કર્યું. હું તે વ્યક્તિને ખૂબ પ્રેમ કરું છે અને હું ખાતરી કરીશ કે હું તેનો શ્રેષ્ઠ પુત્ર બની રહું. જો તું મારી પાસેથી આ ‘કોસ્મેટીક પિતા’ જેવી અપેક્ષા રાખતા હોવ કે જે તમારી શાળામાં આવશે, ત્યાંની રમતોમાં હિસ્સો લેશે, તો તે હું ન કરી શકું. ….પરંતુ, તને ક્યારેય કોઈ મદદની જરૂર હોય તો હું હંમેશાં તારી પડખે રહીશ. વાતચીત આગળ વધારતા આર. માધવન કહે છે કે તે પોતાના દીકરાને કોઈ પણ જાતના ખચકાટ વિના, કોઈની પણ સાથે સરખામણી કર્યા વિના લાઈફ જીવવા માટે પ્રેરે છે. તે કહે છે કે, એક ભારતીય બાળકની જેમ જીવવું જોઈએ…ઘરની બહાર નીકળો અને રમો. લોકો એમ કહે કે મારા પિતાએ આમ કર્યું કે તેઓ આમ કરતાં નથી એવી વાતોની પરવાહ કરવી નહિ અને તેનાથી અસુરક્ષિત ફીલ કરવાની જરૂર નથી. હું પણ ઘણું કરી શક્યો હોત પણ મને તેનો અફસોસ નથી. •

Most Popular

To Top