આર. માધવન કયારેય હિન્દી ફિલ્મોમાં છવાયો નથી. તે પોતાનું માર્કેટિંગ કરતો નથી. સ્ટાર બનવા માટે પરદા પર કામ કરો તેટલું પૂરતું નથી હોતું પણ તેનો ઇરાદો એવા સ્ટાર બનવાનો નથી. છેલ્લે તે ‘ઝીરો’માં આવ્યો હતો પણ એ તો હિન્દી ફિલ્મની વાતો થઇ. તે સાઉથની ફિલ્મોમાં કામ કરતો રહે છે એટલે બધાને દેખાય નહીં પણ કામમાં તો સતત રહે છે. અત્યારે પણ તેની સાઉથની ફિલ્મો સાથે 3-4 હિન્દી ફિલ્મોમાં રોકાયેલો છે. ‘ડીકપલ્ડ’નામની ટીવી શ્રેણીમાં પણ આવી રહ્યો છે. જો તેની ‘રોકેટ્રી: ધ નામ્બી ઇફેકટ’ રિલીઝ થશે તો એક સાથે હિન્દી અને સાઉથમાં પણ તેની વાહવાહી થવાની છે.
ક્રિકટરોની લાઈફ પરથી યા બીજી રમતોના ખેલાડી પરથી બાયોપિક બને છે. પણ વિજ્ઞાનીક હોય તો બદાને ગંભીર વિષય લાગે છે. પણ આ ફિલ્મમાં ઇસરોના વિજ્ઞાની તરીકે જાણીતા રહેલા નામ્બીની વાત ચે જેની પર જાસૂસીના કોટા આરોપ લાગેલા. મતલબ કે બીજો મસાલો ય છે. આર. માધવને આ ફિલ્મ માટે ખૂબ મહેતન કરી છે અને તેથી જ રાહ જુએ છે કે હવે તે રજૂ થાય. આર માધવન જેવા અભિનેતાને હીરો બનવાની તક ઓછી વાર મળે છે. આ ફિલ્મમાં તે કેન્દ્રિય અભિનેતા છે. હીરો એ ડાન્સ કરવાનો, રોમાન્સ કરવાનો, ફાઇટિંગ કરવાની હોય એવા હીરો તરીકે તે ફીટ નથી.
પરંતુ માધવનને પોતાની રીતને ભૂમિકા મળી રહે છે. સંજય ગુપ્તા કે જે સંજય દત્ત વિના ફિલ્મ નથી બનાવતો તેની અલીબાગમાં સંજય દત્ત તો છે જ, માધવન પણ છે. પણ દર વખતે ‘થ્રી ઇડિયટ્સ’ જેવી યા ‘રંગ દે બસંતી’ જેવી ફિલ્મો ન મળે. પરંતુ સારા વિષયની ફિલ્મો તેને શોધી લે ચે. જેમ કે અમરીકી પંડિત નામની ફિલ્મમાં તે મંજુ વોરિયર અને દલિપ તાહિલ સાથે કામ કરી રહ્યો છે. આ એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું શૂટિંગ માધવનને કોવિદ-19 થવાથી અટકી ગયું હતું.
તેને પોતાને પણ આશ્ચર્ય છે કે તે કઇ રીતે આ રોગમાં ફસાયો પણ ફસાયા પછી તો જે કાંઇ કરવું પડે તો કરવું જ પડે આ ફિલ્મનું શૂટિંગ ભોપાલના અનેક સ્થળે થયું છે. આ ઉપરાંત તે ‘દહીં ચીની’માં ય હીરો જ છે ને તેની સાથે ખુશાલી કુમાર છે. શકય છે કે આ ફિલ્મ છઠ્ઠી ઓકટોબરે રજૂ થાય. બાકી મારા, ગ્રામોફોન, નિ:શબ્દમ નામની ફિલ્મો છે પણ સાઉતની છે એટલે સફળ જશે તો રિમેક તરીકે નહિ તો ડબિંગ કરેલી આવૃત્તિમાં જોવા મળશે. પણ ડીકપલ્ડની સ્ટોરી મઝાની છે. એક લેખક તેની પત્ની સાથે છૂટાછેડા લે છે અને ત્યારબાદ તેના બીજા સંબંધોનો વિવાદ શરૂ થાય છે. સુરવીન ચાવલા સાથેની આ વેબ સિરીઝ તેને જૂદી રીતે રજુ કરશે. નેટફિલક્સ પર તે રજૂ થવાની છે.