ગાંધીનગર : લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી (New Delhi) દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી મુજબ હવે કેન્દ્ર સરકારે હવે હજ કમિટિના ક્વોટામાં (Quota of Haj Committee) વધારો કર્યો છે. નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ ક્વોટામાંથી હજ કમિટીનો ક્વોટા 70 ટકાથી વધારીને 80 ટકા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને પણ દર વર્ષે ક્વોટામાં વધારો મળશે, જેથી ગુજરાતના હજ અરજદારોને તેનો લાભ મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા VIP ક્વોટા પણ બંધ કરાતા એ ક્વોટાથી પણ સામાન્ય હજ અરજદારોને સીધે-સીધો ફાયદો થશે, તેવું ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષએ જણાવ્યું હતું.
હજ-2023ની તમામ માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ કરાયો છે.