તાજેતરમાં સમાચાર આવ્યા કે તેતાળીસ વર્ષ જુનો ગંભીરા બ્રીજ તૂટી પડેલ એ તુટેલા બ્રીજનાં બે ભાગો પર લટકી રહેલ ટેન્કરના માલિકની વ્યથા વાયરલ થઈ. લોન પર લીઘેલ ટેન્કરનો માસિક હપ્તો એક જ લાખ રૂપિયા છે, વિમા કંપની વાહનને નુકસાન થયું હોય તો જ ક્લેઇમ એન્ટરટેઇન કરે, આ વાહન જે એના માલિકની કમાણીનું એક માત્ર સાધન હોઇ શકે એની દ્વીઘા એ છે કે પુલ દુર્ઘટનાને કારણે ફસાઇ ગયેલ વાહન દ્વારા થતી કમાણી બંધ થઇ ગઇ હોય તો દર મહિને એક લાખ જેવી મોટી રકમની જોગવાઇ કેવી રીતે થઇ શકે! એણે લોનનાં શિડ્યુઅલમાં ફેરફાર કરી હપ્તા ચુકવણીની તારીખ લંબાવી આપવા માટે અરજી કરી છે.
બેન્ક ક્યારે અને શું નિર્ણય લે છે એ તો સમય જ કહેશે. પુલ તુટી જવાની દુર્ઘટનાને કારણે જે લોકોએ જાન ગુમાવી એમના કુટુંબ પર આવી પડેલ આફત થોડા રૂપિયા આપવાથી ઓછી થઇ શકે? લોકોને કે લોકોના વાહનોને નુકશાન થાય તો એ નુકશાન ભરપાઇ કરવાની જવાબદારી હાદસાનો ભોગ બનનારની? આ પુલના રાખરખાવની જવાબદારી કોની? જેમની આ જવાબદારી હોય એમને કોઇ દંડ નહીં? આ પુલની અવેજમાં નવો પુલ બાંધવાની જાહેરાત થઇ એ આવકાર્ય છે, એ પુલ તો બંધતા બંધાશે એ દરમિયાન આ પુલ સાથે સંકળાયેલ ગામડાના આર્થિક અને સામાજીક વ્યવહારમાં જે અસુવિધા ઉભી થાય એ માટે જવાબદારી કોની?
પાલ, સુરત – હિતેન્દ્ર ભટ્ટ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.