World

બ્રિટનના મહારાણી એલિઝાબેથનું અવસાન

લંડન, તા. ૮: બ્રિટનના મહારાણી (Queen of Britain) એલિઝાબેથ બીજાનું (Elizabeth II) આજે ૯૬ વર્ષની વયે અવસાન (death) થયું છે. તેમની તબિયત આજે થોડી ચિંતાજનક બની હતી અને તેમને કેટલીક નિર્ધારીત બેઠકોમાં હાજરી નહીં આપવા ડોકટરોએ જણાવ્યું હતું અને તેમને આરામ કરવા જણાવ્યું હતું અને તેઓને ડોકટરી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા.
ઉનાળો ગાળવા માટે બાલ્મોરલ કેસલમાં હતા
જીવનના છેલ્લા દિવસો સુધી કાર્યરત રહેલા મહારાણી એલિઝાબેથન બ્રિટનના સૌથી લાંબો સમય શાસન પર રહેલા રાજવી હતા અને તેમણે હાલ થોડા મહિના પહેલા જ શાસન પરની ૭૦મી એનિવર્સરી ઉજવી હતી. તેઓ ઉનાળો ગાળવા માટે બાલ્મોરલ કેસલમાં હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું છે. મહારાણીનું આજે બપોરે બાલ્મોરલ કેસલમાં અવસાન થયું છે. તેઓ શાંતિપૂર્વક અવસાન પામ્યા છે એમ રાજકુટુંબ તરફથી બહાર પાડવામાં આવેલ નિવેદનમાં જણાવાયું હતું.

પરિવારના લોકો બાલ્મોરલ કાસલ પહોંચી રહ્યાં છે
બર્કિંગહામ પેલેસે ક્વીન એલિઝાબેથ IIના નિધનની જાહેરાત કરી દીધી છે.એલિઝાબેથ બ્રિટનના સૌથી લાંબા સમય સુધી મોનાર્ક રહ્યાં. એલિઝાબેથનું નિધન આજે બપોરે બાલામોરાલમાં થયું. તેઓ 96 વર્ષનાં હતા. તેઓ 70 વર્ષ સુધી બ્રિટનના સમ્રાટ રહ્યાં.તેમને સ્કોટલેન્ડના બાલ્મોરલ કાસલમાં અંતિમ શ્વાસ લીધા. ક્વીનના પરિવારના લોકો બાલ્મોરલ કાસલ પહોંચી રહ્યાં છે. પ્રિન્સ વિલિયમ, એન્ડ્ર્યૂ અને એડવર્ડ સ્કોટલેન્ડના એબરડીન એરપોર્ટ પરથી ઉતરીને બાલ્મોરલ કાસલ જવા નીકળ્યા છે. સાથે જ ડ્યૂક ઓફ કેમ્બ્રિજ, ડ્યૂકો ઓફ યોર્ક પણ છે.બ્રિટિશ વડાપ્રધાન લિઝ ટ્રસે પણ આ સમાચારે ચિંતા વ્યક્ત કરી છે. તેમને ટ્વીટ કરી લખ્યું- બર્મિંગહામ પેલેસના સમાચારથી આખો દેશ ચિંતિત થશે. મારા વિચાર અને આપણાં યુનાઈટેડ કિંગડમના લોકોને વિચાર હાલ મહારાણીના પરિવારની સાથે છે.
બકિંગહામ પેલેસના ગાર્ડની ચેન્જિંગ સેરેમની રદ
લંડનના બર્કિંગહામ પેલેસમાં થનારી ગાર્ડ ચેન્જિંગને રદ કરી દેવાઈ હતી. સેરેમની દરમિયાન જ્યાં યાત્રિકો એકઠાં થાય છે બિલકુલ તે જ જગ્યાએ એક બોર્ડ મૂકવામાં આવ્યું હતું.હાલ થોડા મહિના પહેલા જ શાસન પરની ૭૦મી એનિવર્સરી ઉજવી હતી. તેઓ ઉનાળો ગાળવા માટે બાલ્મોરલ કેસલમાં હતા અને ત્યાં જ તેમનું અવસાન થયું છે. મહારાણીનું આજે બપોરે બાલ્મોરલ કેસલમાં અવસાન થયું છે.

Most Popular

To Top