Charchapatra

રામનગર પોસ્ટ ઓફિસમાં સ્ટાફ મૂકો અથવા મશીન મૂકો

રાંદેર રોડ, સુરત સ્થિત રામનગર પોસ્ટ ઓફિસમાં ચાર વ્યક્તિના સ્ટાફથી 14 લાખની વસ્તીનું કામ કરાવવામાં આવે છે. ગણતરીનો જ સ્ટાફ હોવાથી ગ્રાહકો અને પો.ઓ.ના તો મોટા ભાગે સીનીયર સીટીઝનોને લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે છે તે અધુરૂં છે એક જ બારી પર નાણાંકીય વ્યવહાર, પાસબુક પ્રિન્ટ વ.ય જેવા કામને કારણે તે બારી પર વધુ ભારણ દેખાય છે. દરેક પો.ઓ.ની આ સમસ્યા હશે જ તો પોસ્ટલ સુપ્રિ. અને જાહેર નિવેદન કે દરેક પો.ઓ. માં નાણાંકીય વ્યવહાર કરી શકાય અને પાસબૂક પણ પ્રિન્ટ કરી શકાય તેવા એટીએમ મશીનો મૂકાવી દે તે ઘણી જ આવશ્યક પરિસ્થિતિ છે. જો તમે સ્ટાફની નિમણૂંક કરી નથી શકતા તો આ પ્રકારના મશીનો કે જેમાં 24 કલાક વ્યવહાર કરી શકાય તેવી વ્યવસ્થા તો કરો. આ મારી જાહેર લોક અદાલતની ફરિયાદ ગણી જે જલદી થતું હોય તે કરવા વિનંતી.
સુરત     – પરેશ ભાટિયા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શ્રમ અને વિશ્રામ
સતત અને સખત પરિશ્રમ કરતા માનવી માટે વિશ્રામ પણ એટલો જ આવશ્યક છે.તનતોડ મહેનત કરતી વ્યક્તિને શારીરિક અને માનસિક આરામ મળે એ અત્યંત જરૂરી છે. કઠોર પરિશ્રમ કરી શિથિલ થયેલ તન અને મનને જો યોગ્ય વિશ્રામ ન મળે, તો તેની કાર્યક્ષમતામાં ઘટાડો થાય અને છેવટે આરોગ્ય જોખમાય.પરંતુ સતત કાર્ય વ્યસ્તતાની સાથે નિશ્ચિત સમયાંતરે જો આરામને સ્થાન આપવામાં આવે,તો વિશ્રામને કારણે તન અને મન રિચાર્જ થઈ બમણા ઉત્સાહથી કાર્ય કરવા સક્ષમ બને છે, જેથી સમયની બચત થાય છે.
સુરત     – દિપ્તી ટેલર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top