જો તમે તમારા લોકરમાં જરૂરી કાગળો સાથે સોના-ચાંદી અને કીંમતી ઘરેણા સાથે રોકડા રૂપિયા મુકતા હોય તો ચેતી જજો. એમાં પણ તમે જો લાંબા સમયથી તમારુ લોકર ઓપરેટ ના કર્યું હોય તો એક વખત તમારું લોકર ખોલી તમારી વસ્તુઓ તમારી રોકડા નોટ સ્વરૂપે સુરક્ષિત છે કે નહીં તે ચેક કરી લેશો.
વડોદરાનો એક કિસ્સો આપણી આંખ ખોલનારો છે. વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલા અપ્સરા સ્કાઇલાઇન કોમર્શીયલ કોમ્પ્લેક્ષમાં બેંક ઓફ બરોડાની બ્રાંચ આવેલી છે.
જેમાં ગ્રાહકોને બેંકિંગ સુવિધા સાથે લોકરની સગવડ પણ આપવામાં આવે છે. બેંકના મહિલા ખાતેદાર રેહનાબેન કુતબુદ્દીન ડેસરવાલાએ તેમના લોકર નં. 252માં 2.20 લાખ મુકયા હતા. જેમાં 5-10-100 અને 500ની ચલણીન ોટો સામેલ હતી. રેહાનાબેનને કોઇ કારણસર રૂપિયની જરૂર પડતા રહેહાનાબેન બેંકમાં પોતાના લોકરમાં મુકેલા પૈસા લેવા ગયા હત.
જો કે રેહાનાબેને લોકર ખોલતા જ ચોંકી ઉઠયા હતા. તેઓ એકદમ ટેન્શનમાં આવી ગયા. તેમના લોકરમાં મુકેલા 2 લાખ વીસ હજારની નોટો ઉધઇ ખાઇ ગઇ હતી. રૂપિયા કાગળનો ભૂકો બની ગયા હતા. રેહાનાબેન બેંક સામે વળતર માંગ્યું છે હજી સુધી બેંકે કોઇ જવાબ રેહાનાબેનને આપ્યો નથી.
જાણકારો પ્રકાશ પાડશે કે બેંકમાં લોકરમાં મુકેલા રોકડા રૂપિયા સલામત રાખવાની બેંકની જવાબદારી છે કે નહીં? નોટો ખરાબ થઇ જાય તો શું બેંક ખાતેદારને જેટલા જમા રૂપિયા હોય એટલા આપે કે નહીં? કે બેંકમાં આવો કોઇ નિયત બન્યો નથી તો શું હવે રેહાનાબેનને પોતાના 2.20 લાખ હાથ ધોઇ નાખવા પડશે?
સુરત – અબ્બાસભાઇ કૌકાવાલા -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.