સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામે એક યુવક દ્વારા શિક્ષણ પ્રત્યે અનોખી જાગૃતિ જોવા મળી હતી. ગામની શાળાના એક બંધ મકાનને કાર્યરત કરી પુસ્તકાલયમાં ફેરવી દીધું હતું. જે બાળકોને વાંચન શક્તિ વધે અને આદિવાસી બાળકોએ તાલુકા સુધી વાંચન અને પુસ્તકો માટે ફેરાવો કરવો ના પડે તે માટે લાઈબ્રેરી શરૂ કરી છે.
કોરોના કાળ દરમિયાન અનેક વ્યાપાર ધંધા સાથે શિક્ષણ વ્યવસ્થાને પણ અસર જોવા મળી હતી. ત્યારે આવા સમયને સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં એક આદિવાસી યુવકે જાગૃતિરૂપ અભિગમ દર્શાવ્યો હતો. બારડોલી તાલુકાના નાની ભટલાવ ગામની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ અમુક વર્ગોનું બંધ છે ત્યારે ઓનલાઇનમાં બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આદિવાસી વિસ્તારના બાળકોની વાંચન પ્રત્યે રુચિ જળવાઈ રહે એ હેતુ સાથે ગામની પ્રાથમિક શાળામાં આવેલા એક મકાનને પુસ્તકાલયમાં ફેરવી દીધું છે. ૨૦૦થી વધુ પુસ્તકો આ પુસ્તકાલયમાં રાખવામાં આવ્યાં છે.
મહાપુરુષોનાં જીવન ચરિત્રો, વાર્તાઓ, ભારતીય સંસ્કૃતિનાં માહિતીસભર પુસ્તકો રાખવામાં આવ્યાં છે. ગ્રામ્ય વિસ્તારમાં આવેલ આ નાની ભટલાવ ગામના વિદ્યાર્થીઓએ ખાસ કરીને અભ્યાસ અર્થે મઢી, બારડોલી તેમજ કડોદ સુધી શાળામાં અભ્યાસ અર્થે જવું પડે છે. શાળાઓમાં અમુક વર્ગો હજુ પણ બંધ છે. ત્યારે અન્ય પુસ્તકો સાથે માટે જરૂરી પુસ્તકો પણ વિદ્યાર્થીઓને ગામમાં જ પુસ્તકાલયમાં પૂરા પડે છે. જેથી બાળકોએ બારડોલી સુધી ખર્ચો કરી પુસ્તકો મેળવવા જવું ના પડે. કોરોના કાળમાં એક બાજુ શિક્ષણ કાર્યને અસર થઇ રહી છે. ત્યારે બીજી બાજુ હવે શહેરોની સાથે ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવકો શિક્ષણ માટે જાગૃતિ દર્શાવી રહ્યા છે. અને ગામમાં જ અન્ય પ્રવૃત્તિ કરવા કરતા પુસ્તકાલયના માધ્યમ થકી વાંચન પ્રત્યે રસ દાખવી રહ્યા છે. અને આ નાનકડા નાની ભટલાવ ગામે યુવકો દ્વારા પ્રાથમિક શાળાના મકાનનો જ ઉપયોગ કરી પુસ્તકાલય બનાવી વાંચનની ભૂખ સંતોષી