SURAT

છેલ્લા દોઢ વર્ષથી રક્ત ચંદનની તસ્કરી કરતો પુષ્પા સુરતના આ વિસ્તારમાંથી ઝડપાયો

સુરત: મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢ જિલ્લામાં નાર્લાની વાડીમાં 1.88 કરોડની રક્ત ચંદનની તસ્કરીના (Smuggling) કેસમાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ પુષ્પાને સુરત ક્રાઈમ બ્રાંચે અઠવાગેટના વિમાન પાસેથી ઝડપી પાડ્યો હતો.

  • મહારાષ્ટ્રના 1.88 કરોડના રક્તચંદન ચોરીના કેસમાં ગોરાટરોડનો અફઝલ મેમણ દોઢ વર્ષથી વોન્ટેડ હતો
  • મહારાષ્ટ્રમાં રક્ત ચંદનની ચોરી કરી બેંગ્લોર અને હૈદરાબાદ ખાતે વેચતો હતો

મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લા સ્થિત નાર્લાની વાડી ખાતે રક્ત ચંદનની તસ્કરીમાં દોઢ વર્ષથી વોન્ટેડ આરોપી અઠવાલાઈન્સ વિમાન સર્કલ પાસે હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી. જેના આધારે ડીસીબીની ટીમે ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા આરોપી અફઝલ ઉસ્માન મેમણ ( રહે.B -15 મદની કો-ઓપ. હાઉસિંગ સોસાયટી, ગોરાટ ગામ) ને ઝડપી પાડ્યો હતો. ગત સપ્ટેમ્બર 2020 માં રાયગઢ જિલ્લા એલસીબીને નાર્લાની વાડી ખાતેથી ચોરી કરેલા રક્ત ચંદનના લાકડા સંતાડી રાખ્યા હોવાની બાતમી મળી હતી.

જેના આધારે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના માણસોને સાથે રાખી તેઓ રેડ કરતા ચોરી કરેલા રક્ત ચંદન સહિત આશરે 1.88 કરોડના મત્તાનો મુદ્દામાલ કબજે કરાયો હતો. તે સમયે પકડાયેલા આરોપીઓએ આ કેસમાં અફઝલની સંડોવણી હોવાની કબૂલાત કરી હતી. સુરત પોલીસના હાથે ઝડપાયેલા આરોપી અફઝલની પૂછપરછ કરતાં કરતા પોતે નેરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી રક્ત ચંદન સહીત કુલ્લે 1.88 કરોડના તસ્કરીના ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી વોન્ટેડ હોવાની કબૂલાત કરી લીધી હતી. પોતે અગાઉ પણ વર્ષ 2015 માં રક્ત ચંદન તસ્કરીના ગુનામાં પક્ડાયો હતો.

પાર્લે પોઈન્ટ ખાતે ફોર્ચ્યુનર કાર સહિત ત્રણ કારના કાચ તોડી 1.58 લાખની ચોરી
સુરત: શહેરના પાર્લે પોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટર નજીક અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ત્રણ કારના કાચ તોડી તસ્કરો રોકડ, મોબાઈલ, લેપટોપ સહિત 1.58 લાખની ચોરી કરી નાસી ગયા હોવાની ફરિયાદ ઉમરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મગદલ્લાના બાપુનગરમાં રહેતા 30 વર્ષીય કુમાર ગૌરવ રામજીસીંગ ગવીયર ગામ મગદલ્લા પોર્ટ રોડ, રણછોડ રત્નાનગર ખાતે આવેલી ગગન કોલ પ્રા.લિ.કંપનીમાં અઢી વર્ષથી જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓ ગત તા.25મીએ ઓફિસ બંધ કરી તેના બે મિત્રો સાથે મોડી સાંજે પાર્લે પોઈન્ટર સરગમ શોપિંગ સેન્ટરની સામે આવેલી કપડાંની દુકાનમાં ગયા હતા. ત્યારે અજાણ્યા તેમની કારનો કાચ તોડી રોકડ 3300, લેપટોપ અને તેના મિત્રના રોકડા 22,830 મોબાઈલ સાથેની બેગ ચોરી ગયા હતા. કાચનો કાર તોડી ચોરી કરતી ટોળકીએ આ સિવાય બીજી બે કારને પણ ટાર્ગેટ બનાવી હતી.

પાર્લે પોઈન્ટ દિવ્યકાંતિ એપાર્ટમેન્ટમાં ઓફિસ ધરાવતી શ્વેતા દર્શન દેસાઈ (રહે., આશીર્વાદ એન્કલેવ, અલથાણ ચાર રસ્તા)એ તેની ઓફિસની સામે બ્રિજ નીચે પાર્ક કરેલી ફોર્ચ્યુનર ગાડીનો કાચ તોડી 10 હજારની કિંમતની બેગ, લેપટોપ, રોકડા 60 હજાર, બ્લુટુથની ચોરી કરી હતી. પાર્લે પોઈન્ટ પાસે જ જિજ્ઞેશ જિતેન્દ્ર પંડ્યા (રહે., ભુલાભાઈ પાર્ક એપાર્ટમેન્ટ, અડાજણ)ની ગાડીનો કાચ તોડી ૧૦ દસ્તાવેજો મળી ત્રણેય કારમાંથી કુલ રૂ.1.58 લાખની ચોરી કરી નાસી ગયા હતા. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top