મને તુમસે કિતની બાર કહા હે પુષ્પા, મુઝસે યે આંસુ નહીં દેખે જાતે. આઈ હેટ ટીયર્સ’ રાજેશ ખન્નાનો આ ‘અમર પ્રેમ’ ફિલ્મનો આઇકોનિક ડાયલોગ પેઢી દર પેઢી અમર રહ્યો છે. ‘કાકા’ના વાદે તે જમાનાના કંઈક લબરમૂછીયાઓ તેમની બહેનપણી, શર્મિલાના રવાડે ચડીને વાતવાતમાં આંખો ના નીચોવે તે માટે તેમનો પડ્યો બોલ ઝીલતા અને ઉઠયા ઈશારાને બિન શરતી ટેકો આપતા હતાં. આજે એ બધા લંબરમુછીયાઓ, ક્લીનશેલ્ડ અને જેતવાળીઆઓ થઇ ગયા છે. આજે તો તેમના છોકરાઓને ‘પુષ્પા’ છાપ રોવા-ધોવા વાળા સેવાદોમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. તેમની મુદ્દલ તો તે ‘પુષ્પારાજ’ના મારવા-ધોવામાં ઇન્વેસ્ટ કરે છે. ‘અમર પ્રેમ’ના પુષ્મા પ્રેમીઓ તો આજે દાદા-નાના થઇ ગયા છે અને તેમના અત્યારના પુત્રો પ્રપોત્રો ‘પુષ્પા-રાજ’ ના દીવાના છે,
બે વરસથી કોરોનાએ આપણી જ નહિ પણ વિશ્વની દરેક ફિલ્મ ઇન્ડસ્ટરીઝને‘સ્ટેચ્યુ’કહીને સ્ટેન્ડસ્ટીલ કરી દીધી હતી. ભારત સરકારના લોકડાઉન’ અને તે પછી એગ્રેસીવ વેક્સીન ડ્રાઈવને લીધે કોરોના ખમ્યો. લોકોને બહાર નીકળવાની છૂટછાટ તો મળી પણ હજુ મુવી હોલમાં મિત્રો અને કુટુંબીજનો સાથે બેસીને ફિલ્મો જોવાની હિંમત નહોતી. લોકડાઉન દરમ્યાન‘વર્ક ફોમ હોમ’આવ્યું અને સાથે સાથે ‘મુવી એટ હોમ’પણ લાવ્યું. તે વખતે જુદા જુદા OTT પ્લેટફોર્મ તમારા સ્માર્ટ ટીવી ઉપર બ્રોડબેન્ડની બ્લૂટુથ આંગળીઓ પકડીને તમારા ડ્રોઈગ અને બેડરૂમમાં ઘુસી ગયા હતા.‘OTT’નો અનસેન્સર્ડ નશો યુવાવર્ગના મોબાઈલમાં તેમની ક્રિએટીવીટી ખતમ કરી રહ્યોં છે, આ જ આદત સીનીયર સિટિઝન્સના સ્માર્ટ ટી.વી.માં તેમના પરદેશ ઉડી ગયેલા બાળકોની અવેજીમાં તેમનો વધ્યો ઘટયો ટાઈમપાસ કરી રહી છે.
તેમને ગાળાગાળી અને બોલ્ડ સીન્સનો છોછ નથી, મુવી હોલ ચાલુ થયા પછી નવી ફિલ્મો ત્યાં પહોંચી તો ખરી પણ મોટા ભાગની ફ્લોપ ગઈ. ફક્ત’સૂર્યવંશી’ચાલી. લોકોની મોટા પડદે મુવી માણવાની હિંમત જોઈ છ ભાષામાં એક સાથે “પુષ્પા’ રીલીઝ થઇ, અને તાજો ઈતિહાસ બનાવી ગઈ. પાન ઇન્ડિયા અને વિશ્વમાં 500 કરોડનો ધંધો કરીને અત્યારે તે એમેઝોન પ્રાઈમ ઉપર તેની સુગંધ ફેલાવી રહી છે. દિવાળી 2021 પછી કોરોનાની ત્રીજી લહેર આવી જે હજુ ચાલે છે. પહેલી અને બીજી લહેર બુલડોઝર જેવી હતી જે ધણી જાનહાની કરી ગઈ. આ ત્રીજી લહેર લ્યુના મોપેડ ઉપર આવતા કારીગરના છીણી હથોડા જેવી છે. ઘેર ઘેર તો ફરી રહી છે પણ નુકશાન મામુલી છે,
પુષ્પા-1 એ બતાવી દીધું કે સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટરીમાં (સોલીવુડ) રજનીકાંતની બહાર પણ દુનિયા છે, તેના જેવા કે તેનાથી પણ વધુ ફાડુ એવા કલાકારોમાં અલ્લુ અર્જુનનું નામ ટોપ ઉપર છે. એક્ટિંગ તો તેને વારસામાં મળેલી છે. તેના દાદા અલ્લુુ રામલીન્ગમ એક જમાનામાં સાઉથની ફિલ્મોના સફળ કોમેડીયન હતાં. સુપરસ્ટારડમ પણ તેના જીન્સમાં જ છે. તે સાઉથના ગઈ કાલના પ્રખ્યાત સુપરસ્ટાર ચિરંજીવનો ભત્રીજો છે અને તેના પુત્ર એટલે કે આજના સુપરસ્ટાર રામ ચરણ તેજાનો કઝીન છે.“પુષ્પા’અમિતાભના’દિવાર’ની જેમ એક રેગ્સ તો રીચીઝ’ જેવા કથાનક ઉપર મોટા કેનવાસ ઉપર બનેલી ફિલ્મ છે. અલ્લુ અર્જુન તેના અભિનય અને ડાયલોગ ડીલીવરી અને એક્શનથી બધી જ લાઈમ લાઈટ લઇ લે છે.
ફિલ્મમાં ગ્લેમર તરીકે બ્લેક બ્યુટી હિરોઈન રશ્મિકા મંદાના છે.સાઉથમાં ડાન્સર એકટ્રેસો ઘણી છે પણ ઘણા વખતે આંખોથી અભિનય કરતી હિરોઈન જોવા મળી. પહેલો ભાગ “પુષ્પા 1, ધ રાઈઝ”એ ખરેખર ફિલ્મ સાથે સંકળાયેલા બધાને ઊંચા ચડાવી દીધા છે. અલ્લુુને ટક્કર આપે છે એક મલયાલમ એક્ટર ફહાદ ફાસિલ જેની સ્કીન પ્રેસન્સ જબરદસ્ત છે. પહેલા પાર્ટમાં તેનો રોલ નાનો પણ પ્રભાવશાળી છે. આ વરસના અંતમાં આવનારી“પુષ્પા ધ ફોલમાં’’ કદાચ સ્ટોરી તેની આજુબાજુ જ હશે. કયાં ગઈકાલનો બોલીવુડીયો સુપરસ્ટાર જે નિરાશ હિરોઈન પુષ્પાને નહિ રડવાના દિલાસા સાથે‘આઈ હેઇટ ટીયર્સ જેવા સવાદોથી. તેનો અણગમો જાહેર કરતો હતો અને આજનો સોલીવુડીયો હિરો જે જાતે જ‘પુષ્પા રાજ’બનીને તેની ફૂલ જેવી હિરોઈનને હેરાન કરનારા માટે પઝેસીવ બનીને એગ્રેસીવ મોડમાં આવી જાય છે. અલ્લુઅર્જુનના ‘પુષ્પા’ નામ સુનકે હલકે મેં નહિ લેના,ફ્લાવર નહિ, ફાયર હે મેં જેવા ડાયલોગની અને ખભાની એસીમેટરીક બોડી લેન્ગવેજ, ડાન્સની તેની લીમ્પીંગ વોકની હરકતોની આજની યંગિસ્તાન નકલ કરતી થઇ ગઈ છે. ‘અમરપ્રેમ’ની પુષ્પા કરમાયેલી હતી “પુષ્પા 1”માં પુષ્પારાજ ખીલેલો લાગે છે.