SURAT

સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બનશે

પૂર્ણેશ મોદીએ આજે વિધાનસભાના ઉપાધ્યક્ષ માટે ઉમેદવારી નોંધાવતા રાજકીય વર્તુળોમાં ગરમાવો વધી ગયો છે.

કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની હાજરીમાં પૂર્ણેશ મોદીએ ફોર્મ ભર્યું

કોંગ્રેસ તરફથી શૈલેષ પરમારએ પણ ઉમેદવારી નોંધાવી છે, વિધાનસભામાં ભાજપના સંખ્યાબળને જોતા પૂર્ણેશ મોદીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. 16 ફેબ્રુઆરીએ વિધાનસભા સત્રની શરૂઆતના પ્રથમ દિવસે જ ઉપાધ્યક્ષ માટે ચૂંટણી થશેચા વેચનારથી કેબિનેટ મંત્રી સુધીનો તેમનો સફર આજે ફરી ચર્ચામાં છે. સુરત પશ્ચિમ બેઠક પરથી તેઓ ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને શહેરમાં ભાજપના મજબૂત ચહેરા તરીકે ઓળખાય છે.બૂથ કન્વીનર તરીકે શરૂઆત કરીને રાજ્ય કેબિનેટ સુધી પહોંચવાનો તેમનો પ્રવાસ અનેક કાર્યકરો માટે પ્રેરણાસ્ત્રોત રહ્યો છે.

પૂર્ણેશ મોદી તે નેતા છે જેમણે ગરીબીમાં બાળપણ પસાર કર્યું, ઉધના વિસ્તારમાં ચા વેચી, રોજમજૂરી કરી અને પછી કાયદા ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. વકીલ તરીકે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમણે સંગઠનમાં પોતાની ઓળખ મજબૂત બનાવી.OBC સમાજના પ્રભાવશાળી નેતા તરીકે પણ તેઓ જાણીતા છે.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલા ફોજદારી બદનામીના કેસને કારણે પૂર્ણેશ મોદી રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. આ ઘટનાએ તેમને રાજ્યની બહાર પણ ઓળખ આપી. છે, જો કે હવે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ માટેની તેમની દાવેદારી સુરત અને સમગ્ર ગુજરાતના રાજકારણમાં નવી દિશા આપશે કે કેમ, તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

Most Popular

To Top