National

પંજાબમાં રાજકીય હલચલ: સુખબીર સિંહ બાદલનું શિરોમણી અકાલી દળના અધ્યક્ષ પદેથી રાજીનામું

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલે અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીની વર્કિંગ કમિટીને તેમણે રાજીનામું આપી દીધું છે. બાદલે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહકાર આપવા બદલ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર વ્યક્ત કર્યો છે.

શિરોમણી અકાલી દળના નેતા દલજીત સિંહ ચીમાએ જણાવ્યું હતું કે SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે નવા પ્રમુખની ચૂંટણીનો માર્ગ મોકળો કરવા માટે આજે પાર્ટીની કાર્યકારી સમિતિને પોતાનું રાજીનામું સુપરત કર્યું હતું. તેમણે તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવવા અને તેમના સમગ્ર કાર્યકાળ દરમિયાન પૂરા દિલથી સમર્થન અને સહકાર આપવા બદલ પાર્ટીના તમામ નેતાઓ અને કાર્યકરોનો આભાર માન્યો હતો.

તમને જણાવી દઈએ કે વર્ષ 2008માં સુખબીર સિંહ બાદલે શિરોમણી અકાલી દળની કમાન સંભાળી હતી. બાદલે 16 વર્ષ અને બે મહિના સુધી SAD પ્રમુખ તરીકે સેવા આપી હતી. સુખબીર સિંહ બાદલ પહેલા તેમના પિતા પ્રકાશ સિંહ બાદલ પાર્ટીની કમાન સંભાળતા હતા.

પેટાચૂંટણી પહેલા લેવાયો નિર્ણય
પંજાબની ચાર વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે સુખબીર સિંહ બાદલે પાર્ટી અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. તેમના રાજીનામા બાદ હવે જોવાનું એ રહે છે કે શિરોમણી અકાલી દળના નવા પ્રમુખ કોને બનાવવામાં આવશે.

Most Popular

To Top