National

તરનતારનમાંથી સાડા ત્રણ કિલો આરડીએક્સ જપ્ત , પંજાબને હચમચાવી નાંખે તેવું ષડયંત્ર ઘડયું હતું

પંજાબ: ભારતનાં (India) પંજાબમાં (Punjab) તરનતારન (Tarantaran) જિલ્લામાંથી સાડા ત્રણ કિલોગ્રામ આરડીએક્સ (RDX) મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આ આરડીએક્ષ અહીંની સ્થાનિક એક ખંડેર ઈમારતમાંથી મળી આવ્યું છે. તરનતારનના પોલીસ વડા એસએસપી (SSP) રણજીત સિંહે (Ranjit Singh) આ વાતની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી મુજબ આ આરડીએક્સનો ઉપયોગ પંજાબને (Punjab) હચમચાવી નાંખવા માટે કરવામાં આવવાનું હતું. આ માટે અગાઉથી જ એક મોટું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. તરનતારન પોલીસ આ આરડીએક્ષના વાયરને કરનાલમાં પકડાયેલા ચાર આતંકવાદીઓ (Terrorist) સાથે જોડી રહી છે.

સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે પાકિસ્તાન હવે પંજાબના તરનતારન જિલ્લાનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રકિયા તેમજ ગતિવિધિઓ માટે કરી રહ્યું છે. આઈએસઆઈ (ISI) દ્વારા રિંડા જિલ્લાના તરનતારનના યુવાનોને આતંકવાદી પ્રકિયા કરવા માટે તેમજ તેઓને આતંકવાદ તરફ વઘુ પ્રેરી રહી છે તેવી પણ માહિતી મળતી આવી છે.

  • પાકિસ્તાન તરનતારન જિલ્લાનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધી પ્રકિયા તેમજ ગતિવિધિઓ માટે કરી રહ્યું છે
  • તરનતારન પોલીસ આ આરડીએક્ષના વાયરને કરનાલમાં પકડાયેલા ચાર આતંકવાદીઓ સાથે જોડી રહી છે
  • આતંકવદીઓ તરફથી મોટું ષડયંત્ર ધડવામાં આવ્યું હતું જો કે તેઓની ધરપકડ પછી આ ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું
  • આરડીએક્ષ રિંડાએ ડ્રોન દ્વારા ભારત મોકલ્યું
  • ગુપ્તચર એજન્સી અને પોલીસની વિશેષ ટીમે આ સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી

હાલમાં જ પોલીસના હાથે અનેક આતંકીવાદીઓ ઝડપાયા હતાં તેઓને પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આતંકવદીઓ તરફથી મોટું ષડયંત્ર ધડવામાં આવ્યું હતું જો કે તેઓની ધરપકડ પછી આ ષડયંત્ર નિષ્ફળ કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ આ આરડીએક્ષ રિંડાએ ડ્રોન દ્વારા ભારત મોકલ્યું હતું. હાલમાં ગુપ્તચર એજન્સી અને પોલીસની વિશેષ ટીમે આ સમગ્ર પ્રકરણની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ ધરપકડ કરવામાં આવેલા આતંકવાદીઓને રિમાન્ડ પર લેવામાં આવશે. તરનતારન પોલીસ આ આરડીએક્ષના વાયરને કરનાલમાં પકડાયેલા ચાર આતંકવાદીઓ સાથે જોડી રહી છે. તેથી જિલ્લા તરનતારનની પોલીસ તેને ગમે ત્યારે પ્રોડક્શન વોરંટ પર લાવી શકે છે. હાલમાં ધરપકડ કરાયેલ કથિત આતંકવાદી હરિયાણાના કરનાલ જિલ્લાની વિશેષ પોલીસની કસ્ટડીમાં છે. પોલીસે તેની સામે લગભગ 10 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી મેળવી છે.

Most Popular

To Top