Business

પંજાબ પોલીસ કોન્સ્ટેબલની ‘યુ ટર્ન’

15 દિવસ પૂર્વે અમૃતસરથી 7 કિ.મી. દૂર એક વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલ પોતાના પુત્રના મૃતદેહ પાસે રસ્તા પર બેસી  રહ્યો હતો. તેણે એમ કહ્યું હોવાનું કહેવાય છે કે નશીલી દવાના ઓવરડોઝના કારણે તેનો પુત્ર મૃત્યુ પામ્યો છે. તેણે એવો દાવો કર્યો કે એક ફોન કોલથી પંજાબમાં ગમે ત્યાં નશીલી દવા ઘેર પહોંચાડવામાં આવે છે. આ વીડિયો વાયરલ થતાં, પંજાબ પોલીસ દોડતી થઈ ગઈ. પોલીસ અધિકારીએ એવું નિવેદન જાહેર કર્યું કે તેના પુત્રને હોસ્પિટલમાં લઈ જવાયો ત્યારે સાથે હતો. હોસ્પિટલમાંથી ઘેર લઈ જવાયા બાદ ઘરમાં જ તે મૃત્યુ પામેલ છે.

કોન્સ્ટેબલ પિતાએ અહીં યુ ટર્ન લીધો અને કહ્યું કે પોતે લાગણીવશ થઈને અગાઉ નિવેદન કરેલ છે. તે કહી શકતો નથી કે તેના પુત્રનું મૃત્યુ શા કારણથી થયું છે. કદાચ હાર્ટ એટેક હોઈ શકે. આ કોન્સ્ટેબલનો કયો વીડિયો સાચો માનવો તે પ્રશ્ન છે. આપણે ત્યાં છાપ એવી છે કે પોલીસ મોટા ભાગે ગુનાની હકીકત જાહેર કરતી નથી અને ગુનાનો આંકડો ઓછો જાહેર થાય તેમ તેનો પ્રયત્ન હોય છે. વર્તમાન માહોલ જોતાં કોન્સ્ટેબલના બીજા વીડિયો પ્રેરે તેવો ગણાય. કારણ કે બંને નિવેદનો એકબીજાથી બિલકુલ વિરુધ્ધ છે.
સુરત – અશ્વિનકુમાર ન.કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top